________________
૩૮૮
શ્રી ભગવત ઉપક્રમ
પુણ્ય ખપાવવા અંગે ૌતમઃ હે ભગવન ! મહાદ્ધિવાળા અર્થાત્ મહાસુખવાળા દેવ લવણસમુદ્રની ચારે તરફ ફરી ફરી શીવ્ર આવવામાં સમર્થ છે? - મહાવીરઃ હા. ગૌતમ ! સમર્થ છે. એ રીતે ઘાતકી ખંડદ્વીપ અર્થાત્ સુચકવરદ્વીપ સુધી ચારે તરફ ફરીને શીધ્ર આવવામાં સમર્થ છે. એનાથી આગળ દ્વીપ સમુદ્રો સુધી જવામાં સમર્થ છે, પરંતુ એની ચારે બાજુ ફરતા નથી. (પ્રજન નહિ હોવાથી ચારે તરફ ફરતા નથી એમ સંભવ છે.)
ગીતમઃ હે ભગવન્ ! એવા દેવ છે. કે જે અનંત શુભ પ્રકૃતિરૂપ કને જઘન્ય એક વર્ષમાં, બસે વર્ષમાં, ત્રણ વર્ષમાં યાવત ઉત્કૃષ્ટ પાંચ લાખ વર્ષોમાં ખપાવે ?
મહાવીરઃ હે ગૌતમ ! એવા દેવ છે. ગૌતમ? હે ભગવન! એવા કોણ દેવ છે?
મહાવીર : હે ગૌતમ! વાણુવ્યંતર દેવ હસી કુહલ કરી અનંત શુભ પ્રકૃતિરૂપ કર્મોને એક વર્ષમાં ખપાવે છે. એટલાં કર્મોને અસુરેન્દ્ર સિવાય ભવનપતિ દેવ બસે વર્ષમાં ખપાવે છે, અસુરકુમાર ત્રણ વર્ષમાં ખપાવે છે. ગ્રહ-નક્ષત્ર-તારા ચાર વર્ષમાં ચંદ્રસૂર્ય પાંચ વર્ષમાં ખપાવે છે, પહેલા બીજા દેવલેકના દેવ બે હજાર વર્ષોમાં ખપાવે છે, પાંચમા છઠ્ઠા દેવકના દેવ ત્રણ હજાર વર્ષોમાં ખપાવે છે; સાતમા આઠમા દેવલેકના દેવ ચાર હજાર વર્ષોમાં ખપાવે છે. નવમા, દશમા, અગિયારમા અને બારમા દેવકના દેવ પાંચ હજાર વર્ષોમાં ખપાવે છે. નવરૈવેયકના પહેલી ત્રિકના દેવ એક લાખ વર્ષમાં ખપાવે છે. નવગ્રેવેયકના બીજી ત્રિકના દેવ બે લાખ વર્ષોમાં ખપાવે છે. નવ શૈવેયકના ત્રીજી ત્રિકના દેવ ત્રણ લાખ વર્ષોમાં ખપાવે છે. ચાર અનુત્તર વિમાનના દેવ ચાર લાખ વર્ષોમાં ખપાવે છે. સર્વાર્થસિદ્ધના દેવ પાંચ લાખ વર્ષોમાં ખપાવે છે.