________________
ક.
ભગવત ઉપક્રમ
- સ્વપ્ન
શ્રી ભગવતી સૂત્ર શ. ૧૬. ઉ.દને અધિકાર ગૌતમઃ હે ભગવન ! સ્વપ્ન કેટલા પ્રકારનાં છે?
મહાવીરઃ હે ગૌતમ! સ્વપ્ન પાંચ પ્રકારનાં છેઃ (૧) યથાતથ્ય સ્વપ્ન–જેવું સ્વપ્ન જુએ તેવું ફળ મળે. એ સ્વપ્ન સત્ય અને શુભ ફળનું દેનાર છે. (૨) પ્રતાન (પ્રયાણ) રૂખ-વિસ્તારવાળું સ્વપ્ન. એ યથાતથ્ય (સત્ય) પણ હોય છે અને મિથ્યા પણ હોય છે. (૩) ચિંતાસ્વપ્ન –જાગૃત અવસ્થામાં જે પદાર્થોને વિચાર કર્યો છે એ સ્વપ્નમાં જુએ. (૪) તદ્ વિપરીત સ્વપ્ન–સ્વપ્નમાં જે પદાર્થો જોયા છે, જાગૃત અવસ્થામાં એનાથી વિપરીત પદાર્થોની પ્રાપ્તિ થાય. આ સ્વપ્ન વિપરીત ફળનું દેનાર છે. (૫) અવ્યકત સ્વપ્ન–રવપ્નમાં અસ્પષ્ટ અર્થનું દેખાયું –આળ જંજાળ દેખાવી..
ગૌતમ: હે ભગવન ! સ્વપ્ન સૂતેલાને આવે છે, જાગતાને આવે છે કે સૂતેલા-જાગતા (અનિદ્રા-કાગાનિદ્રા)ને આવે છે?
મહાવીર હે ગૌતમ ! સૂતેલાને સ્વપ્ન નથી આવતું, જાગતાને સ્વપ્ન નથી આવતું, પરંતુ સૂતેલા-જાગતા (અર્ધનિદ્રાવાળા)ને સ્વપ્ન આવે છે. સ્વપ્ન અવસ્થામાં ઇકિયે સૂતેલી હોય છે અને મન જાગતું હેય છે. એ સમયે નિદ્રા ઘેરી લેતી નથી. તેથી મન ઘૂમતું રહે છે.
ગૌતમ : હે ભગવન્! જીવ @ સૂતેલે છે કે જાગતે છે? કે સૂતેલ જાગતે છે?
@ સૂવું અને જાગવું દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે પ્રકારનાં કહ્યાં છે. ઊંધ લેવી દ્રવ્યથી સૂવાનું છે અને વિરતિ (ત્યાગ પચ્છખાણ) રહિતપણું ભાવથી સૂવાનું છે. સ્વનિ સંબંધી પ્રશ્ન દ્રવ્ય નિદ્રાની અપેક્ષાએ કહ્યું છે. હવે આ પ્રશ્ન વિરતિની અપેક્ષાથી છે. જે જીવ સર્વવિરતિપણથી રહિત છે તે ભાવથી સૂતેલ છે. જે જીવ વિરતિવાળા છે તે ભાવથી જાગતા છે અને જીવ દેશવિરતિવાળા છે તે સૂતા જાગતા છે.