________________
૩૨૦
મા ભગવતી શ્યામ મહાવીરઃ હે ગૌતમ! બીજા દેવલેમાં ઉન્ન થાય છે. જે તે ત્યાં જઈને પૂર્વ લેસ્થાને છોડે છે તે કર્મવેશ્યાથી પડે છે. જે તે ત્યાં જઈ પૂર્વલેશ્યાને છોડતું નથી. તે તે લેસ્થામાં રહે છે. એ રીતે અસુસ્કુમારેથી લઈ વૈમાનિક સુધી કહેવું.
- ગૌતમ હે ભગવન ! નારકીમાં નેરિયા કેવી શીવ્ર ગતિથી ઉસન્ન થાય છે? જેમ કઈ તરુણ, બળવાન, શિલ્પકળામાં નિપુણ પુરુષ પિતાના હાથને સંકોચે અને પ્રસારે છે, મૂઠીઓ બંધ કરે ને ખેલે છે, આંખને બંધ કરે અને ખેલે છે, શું એટલી વાર લાગે છે?
મહાવીર : હે ગૌતમ ! તે પ્રમાણે નહિ. નારકીમાં જીવO એમ સમય, બે સમય, ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે.
| દેવ અને નારકી જીવ ભાવલેશ્યાથી પડે છે, અર્થાત એની ભાવ લેશ્યામાં પલટો થતો રહે છે. તે દ્રવ્ય લેગ્યાથી પડતા નથી. કેમકે એમાં દ્રવ્યલેશ્યા અવસ્થિત છે. એમાં જીવન પર્યત દ્રવ્ય લેગ્યા એક રહે છે. ,
O અહીં એક ભવથી બીજા ભવમાં જવાને “ગતિ” કહે છે. નારકી છવ નરક ગતિમાં એક સમય, બે સમય અને ત્રણ સમયની ગતિથી ઉન્ન થાય છે. એમાં એક સમયની ઋજુગતિ હોય છે. બે સમયથી અથવા ત્રણ સમયની વિગ્રહ્મતિ હોય છે એ ગતિને અહીં શીધ્ર ગતિ કહી છે. હાથને ફેલાવો અને સંકેચવામાં અસંખ્યાતા સમય લાગે છે એટલે એને શીધ્રગતિ કહી નથી.
જ્યારે જીવ સમશ્રેણીમાં રહેલ ઉત્તિ સ્થાનમાં જઈ ઉત્પન્ન થાય છે ત્યારે એક સમયની ઋજુગતિ હોય છે. જયારે જીવ વિષમ શ્રેણી માં રહેલો ઉત્પત્તિ સ્થાનમાં જઈ ઉત્પન્ન થાય છે ત્યારે બે સમયની અથવા ત્રણ સમયની વિગ્રહગતિ હોય છે અને એનેંદ્રિય જીવની ઉત્કૃષ્ટ ચાર સમયની વિગ્રહગતિ હેય છે જ્યારે કોઈ જીવ ભરતક્ષેત્રની પૂર્વ દિશાથી નરકમાં વાયવ્ય કેણું (વિદિશા) માં ઉત્પન્ન થાય છે ત્યારે એક સમયમાં સમશ્રેણી દ્વારા નીચે જાય છે. બીજા સમયમાં પશ્ચિમ દિશામાં જાય છે, ત્રીજા સમયમાં તિચ્છ વાયવ્ય કોણમાં ઉત્પત્તિ સ્થાનમાં જઈ ઉત્પન્ન થાય છે. એ પ્રકારે જીવોની શીધ્રગતિ કહી છે.