________________
૩૦૪
- -- શ્રી ભગવતી પામ - મહાવીરઃ હે ગૌતમ! અનંત પ્રદેશને અવગાહે છે. એ રીતે પુદ્ગલાસ્તિકાયના કહેવા. -
ગતમ: હે ભગવન્! અધમસ્તિકાયને એક પ્રદેશ કાળના કેટલા સમયને અવગાહે?
મહાવીર હે ગૌતમ! કદાચ અવગાહે અને કદાચ અવગાહતા નથી. જો અવગાહે તે અનંત સમયને અવગાહે છે.
ગૌતમ ભગવન ! આકાશાસ્તિકાયને એક પ્રદેશ ધર્મસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે?
મહાવીર: હે ગૌતમ! કદાચ અવગાહે છે. કદાચ અવગાહ્યા નથી. અગર અવગાહ્યા હોય તે એક પ્રદેશને અવગાહ્યો હોય. એ રીતે અધર્માસ્તિકાયનું કહેવું.
ગૌતમ: હે ભગવન્ ! આકાશાસ્તિકાયને એક પ્રદેશ આકાશાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે ?
મહાવીર : હે ગૌતમ ! એક પણ અવગાહત નથી.
ગૌતમ? હે ભગવન! આકાશાસ્તિકાયને એક પ્રદેશ છવાસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે?
મહાવીરઃ હે ગૌતમ ! કદાચ અવગાહે છે અને કદાચ અવગાહત નથી. અગર અવગાહે તે અનંત પ્રદેશને અવગાહે છે. એ રીતે પુદ્ગલાસ્તિકાયનું કહેવું. -
ગૌતમ હે ભગવન ! આકાશાસ્તિકાયને એક પ્રદેશ કાળના કેટલા સમયને અવગાહે છે?
મહાવીરઃ હે ગૌતમ! કદાચ અવગાહે છે. કદાચ અવગાહતા નથી. જે અવગાહે તે અનંત સમયને અવગાહે છે.
ગૌતમઃ હે ભગવન્! જીવાસ્તિકાયને એક પ્રદેશ ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશને અવગાહે છે?
મહાવીરઃ હે ગૌતમ! એક પ્રદેશને અવગાહે છે. એ રીતે અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયનું કહેવું.