SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આભાર અને અભિલાષા મહાનુભાવ, જય જિનેન્દ્ર જીવનમાં પરિગ્રહોનું મહત્વ ખૂબ જ છે-પરિગ્રહ સદંતર ન છૂટે તે પણ મર્યાદીત રીતે છોડવા જેવા તે છે જ પરંતુ કેટલાક પરિગ્રહ આત્માના શ્રેયના કારણે પણ હોઈ શકે, એવા પરિગ્રહમાંના એક પરિગ્રહની અસર મને વિશેષ રીતે રહ્યા કરે છે અને તે છે વીતરાગની વાણીને વિશેષ પ્રચાર કેમ થાય–તેના પ્રસારથી જૈન અને જૈનેતર સુધી સૌhઈને લાભનું કારણ બને તેવી અંતઃકરણની શુભ ભાવના સતત રહ્યા જ કરે છે, અને તે કારણે આપણું સ્થાનકવાસી જૈન સમાજને દીવાદાંડીરૂપ જિનાગમ સૂત્રોના પ્રકાશન પ્રત્યે મારી રૂચી વધારે થાય છે. છે. અને તેથી જ બા. બ્ર. પૂ. શ્રી જનકમુનિ મહારાજશ્રી પાસે શ્રી ભગવતી સૂત્રનું સરળ અને ગુજરાતી ભાષામાં તેઓશ્રીએ અથાગ મહેનત વેડીને તૈયાર કરેલું શ્રી ભગવતી ઉપક્રમ જોયું ત્યારે મારા મનની પ્રસન્નતા અતિશય વધી અને તે ગ્રંથનું પ્રકાશન કરવાની ભાવના થઈ અને એવી તક મને મળવા બદલ બા. બ્ર. પૂ. શ્રી જનકમુનિશ્રી અને બા.બ્ર. જગદીશ મુનિશ્રીને મારા પર ઘણું જ ઉપકાર થયું છે અને એવી તક મળવા બદલ પૂ. મહારાજશ્રીને આભાર માનવાનું કેમ ચુક! . આ ગ્રંથની પ્રસ્તાવના આપણા સમાજના વિદ્વાન શાસ્ત્રજ્ઞ શ્રી ડે. એન. કે. ગાંધીએ લખી આપવા બદલ તેઓશ્રીને પણ આભાર, | શ્રીમાન યંતિલાલ દેવચંદભાઈ મહેતાને પ્રૌઢ અનુભવ આ કાર્યમાં અમને ઘણું જ ઉપયોગી બનેલ છે. આ ગ્રંથની શોભા એ તેમના જ પ્રયત્નનુ શુભ ફલ છે. આપની કાર્યશક્તિને લાભ હંમેશ મળતો રહે તેવી આશા સાથે આભાર ! શ્રી જિલ્લા સહકારી મુદ્રણાલયના વ્યવસ્થાપકે તથા કાર્યકર ભાઈઓએ પણ પુરતે સાથ આપેલ છે તે બદલ તેમને પણ આભાર. : " શ્રી ભગવતી ઉપકમ નામના આ ગ્રંથને મૂર્ત સ્વરૂપ મળ્યું અને તે પ્રકાશન આજે આપ સૌની સમક્ષ રજુ કરવાની જે તક મળી તેથી મારા જીવનને કૃતાર્થ માનું છું.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy