SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ રી શ્રી ભગવતી ઉપક્રમ ગૌતમ : હે ભગવન! નારકીમાં ચક્ષુદર્શની ઊપજે છે કે અચક્ષુદર્શની ઊપજે છે કે અવધિદર્શની ઊપજે છે ? મહાવીર ઃ હે ગૌતમ ! અચક્ષુદર્શની > ઊપજે છે, અવધિદર્શની ઊપજે છે પરંતુ ચક્ષુદર્શની ઊપજતા નથી. ગૌતમ : હે ભગવન ! નારકીમાં આહારસંસી ઊપજે છે કે ભયસંસી ઊપજે છે કે મૈથુનસરી ઊપજે છે કે પરિગ્રહસંસી ઊપજે છે ? . મહાવીર ઃ હે ગૌતમ ! ચારે સંજ્ઞાવાળા ઊપજે છે. ગૌતમ ઃ હે ભગવન ! નરકમાં સ્ત્રી વેદી ઊપજે છે કે પુરુઈવેદી ઊપજે છે કે નપુંસકવેદી ઊપજે છે ? મહાવીર : હે ગૌતમ ! નપુંસકવેદી ઊપજે છે, સ્ત્રીવેદી પુરુવિવેદી ઊપજતા નથી. ગોતમ ઃ હે ભગવન્ ! નારકીમાં ક્રોધી ઊપજે છે કે માની ઊપજે છે કે માયી ઊપજે છે કે લેભી ઊપજે છે ? મહાવીર : હે ગૌતમ! ક્રોધ આદિ ચારે કષાયવાળા ઊપજે છે. ગૌતમ : હે ભગવન્! નારકીમાં પાંચ ઈદ્રિય સહિત ઊપજે છે કે નેઈદ્રિય ઊપજે છે ? - મહાવીર : હે ગૌતમ ! નેઈદ્રિયઉપગવાળા ઊપજે છે, પરંતુ પાંચ દ્રવ્ય ઈદ્રિય સહિત ઊપજતા નથી. ગૌતમ? હે ભગવન ! નારકીમાં મનગી ઊપજે છે કે વચનયેગી ઊપજે છે કે કાયયેગી ઊપજે છે? > ઈદ્રિયો અને મન સિવાય સામાન્ય ઉપયોગ માત્રને પણ અચક્ષુદર્શન કહે છે. ઉત્પત્તિ સમયે સામાન્ય ઉપયોગરૂપ અચક્ષુદર્શન હોય છે. એ માટે ઉત્તરમાં કહ્યું કે અચક્ષુદર્શની ઉત્પન્ન થાય છે. | Oનોઈદ્રિય અર્થાત્ મન જે કે અપર્યાપ્ત અવસ્થામાં મનપર્યાપ્તિનો અભાવ હવાથી દ્રવ્ય મન હેતા નથી, તથાપિ ચૈતન્યરૂપ ભાવમાં હંમેશાં હોય છે. એ માટે અહીં ઉત્તરમાં કહ્યું છે કે નોઈદ્રિયઉપયોગવાળા ઉત્પન્ન થાય છે.
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy