________________
રાઉ4"
શ્રી ભગવતી ઉપક્રમ
સદ્દરૂપે અને આત્મા–અસરૂપે અવકતવ્ય છે. તે હેતુથી પૂર્વ પ્રમાણે કહ્યું છે તેમ આત્મા–સ અને યાવ–આત્મા-અસરૂપે અવક્તવ્ય છે.
ઉપરોક્ત કથન પ્રમાણે શર્કરા પ્રભા આદિ સાતે પૃથ્વી [નરકભૂમિ) અનુત્તર વિમાન સુધીના દેવ આવાસો તથા ઈષપ્રશ્નારા પૃથ્વી [સિદ્ધશિલા] માટે પણ સમજવું.
' ગૌતમ? હે ભગવન્ ! એક પરમાણુ પુદગલ આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય [અવિદ્યમાન પરમાણુ પુદગલ છે ?
મહાવીરઃ હે ગૌતમ! જેમ સૌધર્મકલ્પ સંબંધે કહ્યું તેમ એક પરમાણુ પુદ્ગલ સંબંધે પણ જાણવું.]
ગતમ: હે ભગવન્! ઢિપ્રદેશિક સ્કંધ આત્મા-વિદ્યમાન છે કે તેથી અન્ય-અવિદ્યમાન ઢિપ્રદેશિક સ્કંધ છે?
મહાવીરઃ હે ગૌતમ! દ્વિપદેશિક રકંધO (૧) કથંચિત આત્મા-વિદ્યમાન છે (૨) કથંચિત્—આત્મા-અવિદ્યમાન છે અને, [૩] આત્મા તથા આત્મારૂપે કથંચિત્ અવકતવ્ય છે, [૪] કથંચિત્ આત્મા છે, અને કથંચિત્ આત્મા પણ છે. (૫) કથંચિત્ આત્મા છે, અને
| સૌધર્મકલ્પ દેવલોકનું કથન રત્નપ્રભાપૃથ્વીના કથન માફક સમજવું.
O દિપ્રદેશિક સ્કંધને વિષે છ ભાંગા થાય છે, તેમાં પ્રથમના ત્રણ ભાંગા સકલ સ્કંધની અપેક્ષાએ થાય છે, અને તે પૂર્વે કહેલા છે. બાકીના ત્રણ ભાંગા દેશની અપેક્ષા છે. પ્રિશિક સ્કંધ હોવાથી તેના એક દેશની સ્વપર્યાય વડે સરૂપે વિવક્ષા કરીએ અને બીજા દેશની પરપર્યાય વડે અસરૂપે વિવક્ષા કરીએ તે દિપ્રદેશિક સ્કંધ અનુક્રમે (૪) કથંચિત આત્મારૂપે અને કથંચિત અનાત્મરૂપે હોય, તથા તેના એક દેશની સ્વપર્યાય વડે સદ્દરૂપે વિવક્ષા કરીએ અને બીજા દેશની સદ્ અને અસત્ એ ઉભયરૂપે વિવક્ષા કરીએ તો (૫) કથાચિત આત્મારૂપ
અને અવકતવ્ય કહેવાય. તથા તે સ્કંધનો એક દેશ પરપર્યાય વડે અસરૂપે વિવક્ષા કરીએ અને એકબીજા દેશની ઉભયરૂપે વિવક્ષા કરીએ તે તે (૬) ને આત્મા અને અવકતવ્ય કહેવાય. કથંચિત આત્મા નો આત્મા અને અવકતવ્યએ પ્રમાણે સાતમો ભાંગો ક્રિપ્રદેશિક સ્કંધને વિષે તેના બે અંશ હોવાથી પતે નથી. ત્રિપ્રદેશિકાદિ સ્કંધને વિષે તે આ સાતે ભાંગા થાય છે.