________________
શ્રી ભગવતી ઉપમા
- પાંચ દેવ, ભગવતી સૂત્ર શ. ૧૨ ઉ. ૯ને અધિકાર નામ ગુણ ઉવા એ, ઠી વીયુ ચવણ સંચિઠણા, - અંતર અપા બહુયં ચ, નવ ભેએ દેવ દારાએ...૧. તેના નવકાર (૧) નામઢાર (૨) ગુણદ્વાર (૩) ઉવરાયદ્વાર (8) સ્થિતિદ્વાર (૫) ઋદ્ધિ અને વિક્ર્વણદ્વાર (૬) ચવણદ્વાર (૭) સંચિઠણાદ્વાર (૮) અંતરદ્વાર (૯) અ૯૫બહુa. (૧) નામદ્વાર :
(૧) ભવિય દ્રવ્યદેવ, (૨) નરદેવ (૩) ધર્મદેવ (૪) દેવાધિદેવ (૫) ભાદેવ. (૨) ગુણદ્વારઃ
૧. મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિય જેને દેવતામાં ઊપજવું છે. તેને ભવિય દ્રવ્ય દેવ કહીએ. - ૨. નરદેવ કયે ગુણે કહીએ? ચક્રવતીની દ્ધિ ભગવે તે ગુણે નરદેવ કહીએ. ચકવતની રિદ્ધિ વર્ણવીએ છીએ. નવનિધાન. ચૌદ રત્ન, ચેરાશી લાખ હાથી, ચેરાશી લાખ ઘેડા, ચેરાશી લાખ રથ, છ– કેડી પાયદળ, બત્રીસ હજાર મુગટબંધી રાજા, બત્રીસ હજાર સામનિક રાજા, સોળ હજાર દેવતા ચાકરી કરે ચોસઠ હજાર સ્ત્રી, ત્રણસેં ને સાઠ રસેયા, વીસ હજાર સેનાના આગાર વગેરે.
૩. ધર્મદેવ કયે ગુણે કહીએ? આઠ પ્રવચન માતાના સેવનાર, નવવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલનહાર, દશવિધ જાતિધર્મના પાલનહાર, બાર ભેદે તપસ્યાના કરનારા, સત્તર ભેદે સંજમના પાળનાર, બાવીસ પરિષડના સહનાર, સત્તાવીસ ગુણે કરી સહિત, તેત્રીસ આશાતનાના ટાળનાર, કનુ દેષ રહિત આહાર-પાણીના લેનાર એગુણ ધર્મદેવ કહીએ.