________________
ગ્રહણ ભગવતી શ–૧૨. ઉ-૬
૨૫૧ ઢગલાના વર્ણ જેવું છે. જ્યારે આવતે કે જેતે વિવિધરૂપ ધારણ કરતે કે કામકીડા કરતા રાહ પૂર્વમાં રહેલા ચંદ્રના પ્રકાશને આવરીને પશ્ચિમ તરફ જાય ત્યારે ચંદ્ર પૂર્વમાં દેખાય છે અને રાહુ પશ્ચિમમાં દેખાય છે. એ પ્રમાણે અન્ય દિશાઓનું પણ જાણવું. * પરંતુ જ્યારે આવતે કે જાતે વિવિધરૂપ ધારણ કરતા રાહુ ચંદ્રની સનાનું આવરણ કરતે કરતે સ્થિતિ કરે છે ત્યારે મનુષ્ય લેકમાં મનુષ્ય કહે છે કે, “રાહુ ચંદ્રને ચડે છે. એ પ્રમાણે જ્યારે રાહુ આવતે કે જાતે ચંદ્રના પ્રકાશને આવરીને પાસે થઈને નીકળી જાય ત્યારે મનુષ્યલેકમાં મનુષ્ય કહે છે કે, “ચંદ્ર રાહુની કુક્ષિ ભેદી” અર્થાત્ રાહુની કુક્ષિમાં પ્રવેશ કર્યો. એ પ્રમાણે જ્યારે રાહુ ચંદ્રની લશ્યાને ઢાંકીને પાછો વળે ત્યારે મનુષ્યલેકમાં મનુષ્ય કહે છે કે, રાહુએ ચંદ્રને વચ્ચે”. એ પ્રમાણે જ્યારે રાહુ ચંદ્રના પ્રકાશને ચારે દિશાએ આવરીને રહે ત્યારે મનુષ્ય કહે છે કે “રાહુએ ચંદ્રને ગ્ર.”
ગૌતમ હે ભગવદ્ ! રાહુ કેટલા પ્રકારના કહ્યાં છે ?
મહાવીર : હે ગૌતમ ! રાહુ બે પ્રકારના કહ્યા છે. ધ્રુવ રાહુ [નિત્ય રા] અને પર્વ રાહુ તેમાં જે ધ્રુવ રાહુ છે તે કૃષ્ણ પક્ષના પડવાથી માંડીને પ્રતિદિવસ] પિતાના પંદરમા ભાગ વડે ચંદ્ર બિમ્બના પંદરમા ભાગને ઢાંકતે રહે છે. પડવાને દિવસે પ્રથમ ભાગને ઢાંકે છે. બીજને દિવસે બીજા ભાગને..........એમ અમાવસ્યને દિવસે ચંદ્રના પંદરમાં ભાગને ઢાંકે છે અને કૃષ્ણપક્ષના છેલલા સમયે ચંદ્ર સર્વથા (એક કળા તે ખુલ્લી જ હોય છે આચ્છાદિત થાય છે.
પછી શુકલ પક્ષના પડવાથી માંડીને દરરોજ રાહુ ચંદ્રની લશ્યાના પંદરમા ભાગને વધુ ને વધુ દેખાતે જાય છે, અને શુકલપક્ષને છેવટને સમયે ચંદ્ર રાહુથી સર્વથા મુક્ત હોય છે. પર્વ રાહુ તે ઓછામાં ઓછા છ માસે ચંદ્રને કે સૂર્યને ઢાંકે છે, અને વધારેમાં વધારે ૪૨ માસે ચંદ્રને અને વધારેમાં વધારે ૪૮ વર્ષે સૂર્યને ઢાંકે છે. -