________________
૧૭૪
શ્રી ભગવતી ઉપક્રમ
૨. દર્શન આરાધના
તેમાં પણ પરિણામની ચઢ-ઊતરતાને કારણે ઉત્કૃષ્ટ આદિ ત્રણ ભેદો થશે. તેમાં પણ જે સાસ્વાદાન–ક્ષપશમ અને ક્ષાયિક સમ્યફદર્શનને કમશઃ જઘન્યાદિ, દર્શનાદિ (કસંગ્રહ, પરંપરા અને અમલખત્રષિજી કૃત ભગવતીના આધારે) માનીએ તે તેમાં પણ “અસંભવ દષ” એવી રીતે આવે છે કે તે માટે લાયક સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ આરાધક થયે અને તેની મુક્તિ તે જ ભવે થવી જોઈએ અને સાસ્વાદાન સમ્યકત્વ જઘન્ય આરાધનાવાળે થયે હેવાને કારણે તે જ ભવે મેલે જાય નહિ. આ પ્રમાણે સિદ્ધાંત તે અભિપ્રાય પ્રમાણે ફલિત થાય છે. પરંતુ તે વ્યવહારમાં તે વાસ્તવિક રીતે તેમ સિદ્ધાંતથી ફલિત થતું નથી. કારણ કે લાયકસમ્યકૂવી ઉત્કૃષ્ટ ચાર ભવ પણ કરી શકે. ,
એટલે વસ્તુતઃ ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય દર્શનારાધનાને અર્થ એ છે કે ઉત્તરાધ્યયન અ. ૨૮ની ગાથા ૩૧મીના ભાવ પ્રમાણે “શંકા” આદિ સમ્યક્ત્વના દૂષણ રહિત નિરતિચાર સમક્તિનું પાલન કરવું અને આ પ્રમાણેની નિરતિચાર પાલનની ભાવના દર્શન કર્મના શુદ્ધ ક્ષપશમથી પ્રેરણ પામેલ હોય છે. અને તે પ્રબલ રુચિ વિના સંભવી જ શકે નહિ.
બેદરકારી કે અભિપ્રાયની મંદતા તુરંત ક્ષતિ પહોંચાડે છે. એટલે સિદ્ધાંત ફલિત થાય છે કે, આત્માના દર્શન ગુણ પ્રત્યેની પ્રબલ ભાવનાપૂર્વકની નિરતિચાર પાલનની રુચિ તે ઉત્કૃષ્ટ દર્શનારાધના. અને એ જ પ્રમાણે મધ્યમ અને જઘન્ય માટે પણ વિચાર કરી લે. ૩. ચારિત્ર આરાધના - તેના પણ પરિણામેની ભિન્નતાના કારણથી પૂર્વવત્ ત્રણ ભેદો થાય છે. પૂર્વ ઉલ્લેખિત માન્યતાનુસાર જે યથાખ્યાત સૂફમ-સંપાય સામાયક ચારિત્રને કમશઃ ઉત્કૃષ્ટદિ ત્રણ ભેદોમાં વિભાજન કરવામાં આવે તે તેમાં પણ પૂર્વ સંગતિ અનુસાર “અસંભવ છેષની ઉપસ્થિતિ તૈયાર એટલા માટે છે કે જે તે માન્યતાનુસાર વિચારવામાં