________________
શ્રી ભગવતી ઉપક્રમે
પછાકડા નપુંસક પછાકડાના કહી દેવા. ત્રિરંગી ભાંગા ૮ આંક ૧૧૧, ૧૧૩, ૧૩૧, ૧૩૩, ૩૧૧, ૩૧૩, ૩૩૧, ૩૩૩-જેવી રીતે (૧) સ્ત્રી પછાકડા એક, પુરુષ પછાકડા એક, નપુંસક પછાકડા એક, એવી રીતે ૭ ભાંગાના આંકની અનુસાર કહી દેવા. જ્યાં એકને આંક છે, ત્યાં એક કહી દેવા, અને જ્યાં ત્રણ આંક છે ત્યાં ઘણું કહી દેવા.
ગૌતમ અહે ભગવન ! શું જીવે ઈર્યાવહી બંધ (૧) ભૂતકાળમાં બાંધે, વર્તમાનમાં બાંધે છે અને ભવિષ્યમાં બાંધશે (૨) બળે, બાંધે છે અને નહિ બાંધે (૩) બાંધે, નથી બાંધતે અને બાંધશે () બાંધે, નથી બાંધતે અને નહિ બાંધે (૫) નથી બાંધ્યું, બાંધે છે અને બાંધશે (૬) નથી બાળે, બાંધે છે અને ભવિષ્યમાં નહિ બાંધે (૭) નથી બાંધ્યું, વર્તમાનમાં બાંધતે નથી પણ ભવિષ્યમાં બાંધશે (૮) નથી બાંધ્યા, વર્તમાનમાં બાંધતે નથી, બાંધશે પણ નહિ ?
મહાવીરઃ હે ગૌતમ! એક ભવ આશ્રી ભાંગા લાભે ૭. છો ભાગે વજીને ઘણા ભવ આશ્રી ભાંગા લાભે ૮
એક ભવ આશ્રી પહેલો ભાગ તેરમા ગુણસ્થાનમાં બે સમય બાકી હોય તેને હેય છે, બીજો ભાગ ૧૩માં ગુણરથાનમાં એક સમય
# ઘણું ભવ આશ્રી (૧) પહેલો ભાગ –બાંધ્યો હતો, બાંધે છે અને બાંધશે તે એવા જીવમાં મળે છે કે જેણે ગયા કાળમાં (પૂર્વ ભવમાં) ઉપશમ શ્રેણી કરી હતી તેને બાંધ્યું હતું, વર્તમાનમાં ઉપશમ શ્રેણીમાં બાંધે છે, અને આવતા ભવમાં શ્રેણું કરશે તેમાં બાંધશે.
(૨): બીજે ભાગે બાંધ્યો હતો, બાંધે છે, ભવિષ્યમાં નહિ બાંધે તે એવા જીવમાં મળે છે કે જેણે પૂર્વભવમાં ઉપશમ શ્રેણી હતી તેને બાંધ્યું હતું. વર્તમાનમાં ક્ષપક શ્રેણીમાં બાંધે છે અને પછી મોક્ષમાં જશે એટલે આગામી કાળમાં બાંધશે નહિ.
- ૩. ત્રીજે ભાગે બાંધ્યું હતું, વર્તમાનમાં બાંધો નથી પણ ભવિષ્યમાં બાંધશે તે એવા જીવમાં મળે છે કે જેણે પૂર્વભવમાં ઉપશમ શ્રેણી કરી હતી તેને - બાંધ્યું હતું. વર્તમાન ભવમાં શ્રેણી કરતા નથી તેથી બાંધતું નથી. આવતા ભવમાં ઉપશમ શ્રેણી અથવા ક્ષેપક શ્રેણી કરશે તેથી બાંધશે.