________________
૧૧૯
આશીવિષને વિચાર ભગવતી શ–૮. ઉ-ર.
(૬૦) આશીવિષને વિચાર - ભગવતી શ. ૮ ઉ. ૨ ને અધિકાર 5
આશીવિશ્વના બે પ્રકાર છે. (૧) જાતિ આશીવિષ અને, (ર) કર્મ આશીવિષ. તેમાં પ્રથમ જાતિ આશીવિષના ચાર પ્રકાર છે. (૧) વૃશ્ચિક (વીંછી) જાતિ આશીવિષ. તેને વિષય/ અર્ધભરત પ્રમાણ છે. (૨) મંડુક (દેડકા) જાતિ આશીવિષ. તેને વિષય ભરતક્ષેત્ર પ્રમાણ છે. (૩) સર્પ જાતિ આશીવિષ. તેને વિષય જંબુદ્વીપ પ્રમાણે છે. (૪) મનુષ્ય જાતિ આશીવિષ. તેને વિષય અઢીદ્વીપ પ્રમાણ છે. '
બીજા કર્મ આશીવિષના ત્રણ પ્રકાર છે. (૧) મનુષ્ય (કર્મભૂમિ પર્યાપ્ત) (૨) તિર્યંચ (કર્મભૂમિ પર્યાપ્ત) (૩) દેવતા (ભવનપતિથી આઠમા દેવલેક સુધીના અપર્યાપ્તા)માં કર્મ આશીવિષ હોય છે...
*આશીવિષ-આશીનો અર્થ છે દાઢ. જે જીવોની દાઢમાં વિષ હોય છે તેને આશીવિષ કહે છે. તેના બે ભેદ છે. જાતિ આશીવિષ અને કર્મ આશીવિ.
- સાપ, વીંછી આદિ પ્રાણી જાતિ (જન્મથી) જે વિષવાળાં હોય છે. માટે તેને જાતિ આશીવિષ કહે છે.
કર્મ આશીવિષ–જે કર્મથી (શ્રાવ આદિ) પ્રાણીઓને નાશ કરે છે તેને કહે છે. પર્યાપ્ત સંજ્ઞાતિયચ પંચેન્દ્રિય અને મનુષ્યને તપાદિથી અથવા અન્ય કોઈ કારણથી આવી લબ્ધિ ઉત્પન્ન થાય છે, માટે તે અન્યને શ્રાપ આપીને બીજાનો નાશ કરવાની શકિતવાળા હોય છે. આવા પ્રકારને આત્મા આવી આશીવિષ લબ્ધિને કારણે આઠમા દેવલોકથી આગળ જઈ શકતો નથી. તે દેવલેકમાં ઉત્પન્ન થયા પછી અપર્યાપ્ત અવસ્થા સુધી કર્મ આશીવિષવાળા હોય છે.
અસત કલ્પનાથી જેમ કોઈ મનુષ્ય અર્ધ ભારત પ્રમાણ પિતાનું શરીર બનાવેલ હેય તેના પગમાં વીંછી ડંખ મારે તો તેના માથા સુધી તેનું વિષ ચડી જાય છે. આ પ્રમાણે ચારેયના વિષય માટે સમજી લેવું.