________________
૧૧
વનસ્પતિને આહાર આદિ ભગવત શ-૭. -૩.
(૪) ગૌતમ? હે ભગવાન! છ પ્રત્યાખ્યાની છે, અપ્રત્યાખ્યાની છે કે પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની (દેશપ્રત્યાખ્યાની) છે?
મહાવીરઃ હે ગૌતમ! જી ત્રણ પ્રકારના છે. મનુષ્ય પણ ત્રણે પ્રકારના છે. પંચેન્દ્રિયતિર્યચે પ્રથમ પ્રકારથી રહિત છે. બાકીના વૈમાનિક સુધીના અપ્રત્યાખ્યાની છે. તે ત્રણે પ્રકારમાં પ્રત્યાખ્યાની સૌથી થોડા છે. પ્રત્યાખ્યાના પ્રત્યાખ્યાની અસંખ્યાત ગણુ છે અને અપ્રત્યાખ્યાની અનંત ગણુ છે. દેશ પ્રત્યાખ્યાની પંચેન્દ્રિય તિર્યચે સર્વથી થડા છે. અને અપ્રત્યાખ્યાની અસંખ્યગણ છે. પ્રત્યાખ્યાની મનુષ્ય સર્વથી થડા છે. દેશ પ્રત્યાખ્યાની સંખ્યાતગણુ છે. અને અપ્રત્યાખ્યાની અસંખ્ય ગણું છે.
(૫૧) વનસ્પતિને આહાર આદિ શ્રી ભગવતી સૂર શ. ૭ ઉ. ૩ને અધિકાર
ગૌતમ ઃ હે ભગવન ! વનસ્પતિ ક્યા કાળમાં અલ્પાહારી હોય છે ? અને કયા કાળમાં મહા બહારી હોય છે?
મહાવીર: હે ગૌતમ ! પ્રાવૃત ઋતુ (શ્રાવણ-ભાદર) અને વર્ષા ત્રાતુ (આસ-કારતક)માં સર્વથી અધિક મડાઆહારી હેય છે. એના પછી શરદ ઋતુ (માગશર–પોષ), હેમન્ત (મહા-ફાગણ), વસંત ઋતુ (ચૈત્ર-વૈશાખ)માં અનુક્રમે અલ્પઆહારી હોય છે. યાવત્ ગ્રીષ્મ ઋતુ (જેઠ-અષાડ)માં સર્વથી અપાહારી હોય છે.
ગૌતમ: હે ભગવન્! ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિ સર્વથી અલ્પાહારી હેય છે, તે બહુ વનસ્પતિમાં ખૂબ પાન-ફૂલ-ફળ થાય છે તે કઈ રીતે?
મહાવીરઃ હે ગતમ! ગ્રીષ્મ ઋતુમાં વનસ્પતિમાં ઉણનિવાળા જીવ બહુ ઉત્પન્ન થાય છે. યાવત્ વૃદ્ધિ પામે છે. એ કારણથી વનસ્પતિમાં પાન-ફૂલ-ફળ બહુ થાય છે.
ગૌતમ? હે ભગવન! વનસ્પતિનાં મૂળ, કંદ યાવત્ બી કયા જીવથી વ્યાપેલાં છે?