________________
શ્રી ભગવતી ઉપામ હે ગૌતમ! સાધુ યા સાધવી જે પિતે શસ્ત્ર અને મુશલાદિ રહિત હોય, તેમ પુષ્પમાળા અને ચંદનના વિલેપન રહિત હોય તે સાધુ યા સાવી કૃમ્યાદિ જંતુ રહિત નિવ, સાધુને માટે તૈયાર નહિ કરેલકરાવેલ નહિ. સંક૯પેલ, આમંત્રણ દીધા વિનાને નહિ ખરીદેલ, અનુ દિષ્ટ નવકેટીઈ વિશુદ્ધ, ભિશાન કર દોષથી રહિત. ઉપર જણાવેલા અંગાર-ધૂમ-સંજના દોષથી રહિત આહાર, સુરસુર કે ચપચપ શબ્દ કર્યા વિના બહુ ઉતાવળથી નહિ કે આહારના કઈ ભાગને પડતું મૂકયા વિના, ગાડાની ધરીને તેલ ઊંજવું જોઈએ કે ત્રણ ઉપર લેપ કરે જોઈએ એવી ભાવનાથી, કેવળ સંયમના નિર્વાહ અર્થે તથા સાપ આજુ-બાજુ સ્પર્શ કર્યા વિના સીધે દરમાં પેસે તેમ સ્વાદ માટે મમાં ફેરવ્યા વિના ખાય, તે તે આહાર શસ્ત્રાતીત” એટલે કે અગ્નિ વગેરે નાશક વસ્તુ-શસ્ત્ર–ઉપરથી ઉતારે. શ પરિણામિત એટલે કે અગ્નિ વગેરે શસ્ત્રથી નિર્જીવ કરાયેલ, એષિત એટલે કે એષણના દોષથી ૩, “વ્યક્તિ' એટલે કે વિશેષતઃ એષણ દેષથી રહિત તથા “સામુદાયિક એટલે કે જુદે જુદે ઠેકાણેથી માગીને મળેલે આહાર કહેવાય.
(૪૯) શ્રાવક ને ક્રિયા ગૌતમ શ્રમણના ઉપાશ્રયમાં રહીને સામાયકવૃત આચરનાર શ્રમણોપાસક ગૃહસ્થને ઐયંપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ?
મહાવીર : ઐયંપથિકી ન લાગે, પણ સાંપરાવિકી લાગે. કારણ કે તે શ્રાવકને આત્મા હજુ કષામનાં સાધનયુક્ત છે, તેથી તેને ચાંપરાયિકી લાગે. કષાય હિત પુરુષને જ માત્ર એગ એટલે કે પ્રવૃત્તિના નિમિત્તથી ઐયપથિકી ક્રિયા લાગે.
પહેલેથી તૈયાર કરેલ આહારને સાધુને ઉદેશી દહીં, ગોળ, વગેરેથી સ્વાદુ ન કરેલ.
મન-વચન-કાયાથી હવું, હણાવવું, હણતાને અનુમતિ આપવીઃ રાંધવું, રંધાવવું, રાંધનારને અનુમતિ આપવી. ખરીદવું, ખરીદાવવું અને ખરીદ કરનારને અનુમતિ આપવી એ નવ કોટીઓ વિનાનો.