________________
સુખદુઃખ આદિ ભગવતી શ–૬. ઉં-૧૦
(૭) સુખ દુઃખ આદિ શ્રી ભગવતી શ. ૬ ઉ. ૧૦ને અધિકાર
ગૌતમઃ ભગવદ્ ! અન્યતીર્થિ એ પ્રકારે કહે છે કે રાજગૃહ નગરમાં જેટલા જીવ છે તે જીવેનાં સુખદુઃખ બહાર કાઢીને, હાથમાં લઈને બેરના ઠળિયા પ્રમાણુ યાવત્ જૂ, લીખ પ્રમાણ કઈ દેખાડવામાં સમર્થ નથી. હે ભગવન! શું તે બરાબર છે?
મહાવીરઃ અન્ય તીર્થિઓનું આ કહેવું મિથ્યા છે. હું એવી રીતે કહું છું કે સંપૂર્ણ લેકના જીવનમાં સુખદુઃખને બહાર કાઢીને હાથમાં લઈને દેખાડવામાં કઈ સમર્થ નથી.
ગીતમઃ ભગવદ્ ! ક્યા કારણથી દેખાડવામાં સમર્થ નથી ?
મહાવીરઃ હે ગૌતમ! જેવી રીતે ત્રણ ચપટી વગાડે તેટલામાં તે જ બુદ્વીપની ૨૧ પરિક્રમા કરે એવી શીવ્ર ગતિવાળા કોઈ દેવ સંપૂર્ણ જંબુદ્વિીપમાં વ્યાપ્ત એ ગંધને ડ ખેલીને જંબુદ્વીપની ૨૧ પરિક્રમા કરે એટલામાં ગંધ ઊડીને જીવેના નાકમાં પ્રવેશ કરે, તે ગંધને અલગ કરીને દેખાડવામાં કઈ સમર્થ નથી. તેવી રીતે, જીવનમાં સુખદુઃખને બહાર કાઢીને દેખાડવામાં કઈ સમર્થ નથી.
ગૌતમઃ ભગવદ્ ! શું જીવ છે તે ચૈતન્ય છે કે ચૈતન્ય છે છે તે જીવ છે?
મહાવીર ઃ હે ગૌતમ! જીવ છે તે ચૈતન્ય છે અને ચૈતન્ય છે તે જીવ છે. જી અને ચૈતન્ય એક જ છે. નારકીના નેરિયા તે નિયમા જીવ છે . અને જીવ છે તે નેરિયા અને અનેરિયા બને છે. એવી રીતે ૨૪ દંડક કહી દેવા. - ગૌતમઃ ભગવાન ! જીવ છે તે પ્રાણ ધારણ કરે છે કે પ્રાણ ધારણ કરે છે તે જીવ છે?
મહાવીરઃ હે ગૌતમ! જે પ્રાણ ધારણ કરે છે તે નિયમા જીવ છે. પરંતુ જીવ પ્રાણ ધારણ કરે પણ છે અને નથી પણ ધારણ કરતે