________________
૭૮
- શ્રી ભગવતી ઉપક્રમ (તપાદિથી) શિથિલ એટલે મંદ વિપાકવાળાં, સત્તા વિનાનાં તથા - વિપરિણામવાળાં કરી નાખેલ હોવાથી ઝટ દૂર થઈ જાય છે. તેથી થોડી ઘણું વેદના ભોગવવા અને ન ભોગવવા છતાં શ્રમણ નિર્ગથે મેટી નિર્જરાવાળા અને મોટા પર્યવસાન (નિર્વાણફળ)વાળા હોય છે. જેમ કઈ પુરુષ ઘાસના સૂકા પૂળાને અગ્નિમાં ફેંકે અને તે શીધ્ર બળી જાય, કે કોઈ પુરુષ લેઢાના ધગધગતા ગેળા ઉપર પાણીનું ટીપું મૂકે અને તે વિવંસ પામી જાય તે પ્રમાણે છે ગૌતમ! શ્રમણ-નિર્ચ થનાં કર્મો નહિ જેવી વેદના હોવા છતાં શીવ્ર તેમજ મોટા પ્રમાણમાં નષ્ટ થઈ જાય છે.
ગૌતમ: હે ભગવન્! મહા વેદના મહા નિર્જરાનું કારણ શું છે?
મહાવીરઃ હે ગૌતમ! કરણ વડે તે કરે છે અને તે ચાર , પ્રકારનાં છે. (૧) મનકરણ (૨) વચનકરણ (૩) કાયાકરણ અને, (૪) કર્મકરણ (કર્મોનું બંધન સંક્રમણ આદિમાં નિમિત્તભૂત જીવનું વીર્ય). તે કરણે નારકીમાં અશુભ જ લાભે. અશુભકરણથી અશાતા વેદના વેદ છે. કદાચિત શાતા પણ વેદે છે. (તીર્થકરના જન્માદિ કલ્યાણક પ્રસંગે પ્રકાશ થાય તે સમયે) દેવતામાં જ શુભકરણ લાભે, તેથી તે શાતા વેદે છે. કદાચ અશાતા પણ વેદે છે (ઈન્દ્રાદિના પ્રહાર સમયે). પાંચ સ્થાવરમાં બે તે [૧] કાયાકરણ [૨] કર્મકરણ, ત્રણ વિકેન્દ્રિયમાં ત્રણ કરણ લાભે. [૧] કાયાકરણ [૨] વચનકરણ [૩] કર્મકરણ. તિર્યંચ પંચેન્દ્રિયમાં અને મનુષ્યમાં ૪-૪ કરણ લાભ. એ ઓઢારિકના દસ દંડકમાં શુભાશુભ કરણથી વિમાત્રાથી ક્યારેક શાતા, કયારેક અશાતા વેદે છે.
આશ્રી વેદના અને નિર્જરાના ચાર ભાંગા થાય છે. [૧] મહા વેદના મહા નિર્જરા [૨] મહા વેદના અલ્પ નિર્જરા [3] અલ્પ વેદના મહા નિર્જરા અને, [૪] અલ્પવેદના-અલ્પ નિર્જરા. તેના પ્રથમ ભાગમાં પડિમાધારી સાધુ છે. બીજા ભાગમાં ૬-૭ નરકને નૈરયા છે. ત્રીજા ભાગમાં શૈલેશી પ્રતિપન્ન [૧૪ ગુણસ્થાનવાળા) અણગાર છે, અને ચેથા ભાગમાં અનુત્તર વિમાનવાસી દે છે.