________________
કર્મ પ્રમાણે જ વેદના ન અનુભવે ભગવતી શ. ૫ ઉ. ૫ ગણધરને માટે આત્માગમ છે. ગણધરના શિષ્યને માટે અનંતરાગમ છે અને ગણધરના પ્રશિષ્યને માટે પરંપરાગમ છે.
(૩૧) કર્મ પ્રમાણે જ વેદના ન અનુભવે
ગૌતમ ઃ હે ભગવન ! અન્ય તીર્થિકે એમ કહે છે કે સર્વ ભૂત, પ્રાણે જે પ્રમાણે કર્મ બાંધવું હોય તે પ્રમાણે જ વેદના અનુભવે છે. તે એમ શાથી છે?
મહાવીર ઃ તેમનું તે કહેવું ખોટું છે. હું તે એમ કહું છું કે, કેટલાક જ કર્મ પ્રમાણે વેદનાને અનુભવે છે. જ્યારે કેટલાક જીવે તેથી જુદી રીતે વેદના અનુભવે છે.
ગૌતમ : ભગવન ! એ કેવી રીતે ? .
મહાવીરઃ જેઓને કર્મ અનુસાર ઉદય હોય છે, તેઓ કર્મ અનુસાર વેદના અનુભવે છે, અને જેઓને તેથી જુદી રીતે ઉદય હેય છે. તેઓ તેથી જુદી અનુભવે છે.
નોંધ – પરતીર્થિઓનું કથન એ છે કે, સર્વ જીવે જેવી રીતે કર્મ બાંધે છે તે જ રીતે વેદના વેદે છે. અર્થાત્ છે જે પ્રકારે કર્મ બાંધે છે તે જ પ્રકારે અશાતા આદિ વેદના વેદે છે. પરંતુ તે અન્ય તીથિનું કથન અસત્ય છે. કારણ કે તેમ માનવામાં દોષ આવે છે. જે રીતે બાંધે છે તે રીતે સર્વ કર્મ વેદતા નથી. કારણ કે લાંબા કાળમાં ભોગવવા ગ્ય બાંધેલાં કમેં અલપ કાળમાં પણ ભેગવાય છે માટે એ વાત સત્ય છે કે, કેટલાક જીવ જે પ્રકારે કર્મ બાંધે છે તેથી ભિન્ન પ્રકારે પણ વેદના વેદે છે.
બીજી વાત એ છે કે, સિદ્ધાંતમાં કર્મની સ્થિતિ ઘાત, રસઘાત, આદિ બતાવેલ છે, તે માટે જે પ્રકારે જીવ કર્મ બાંધે છે. તેથી ભિન્ન પ્રકારે વેદનાને સિદ્ધાંત પણ સત્ય સાબિત થાય છે. જે જીવેના જે