________________
સમુદ્રનું માપ ભગવતી શ-૫ ઉ-૨.
૬૩
ગૌતમ : ભગવન્ ! ઇષપુરે વાત વગેરે વાયુ કયારે વાચ છે! મહાવીર : જ્યારે વાયુકાય પાતાના સ્વભાવપૂર્વક ગતિ કરે છે ત્યારે તે બધા વાયુએ વાય છે. અથવા વાયુકાય નૈષ્ક્રિય શરીર બના વીને ગતિ કરે છે ત્યારે તે બધા વાયુ વાય છે, અથવા જ્યારે વાયુકુમારો અને વાયુકુમારીએ પાતાને, બીજાને કે ખન્ને માટે વાયુકાયને ઉદિરે છે ત્યારે તે બધા વાયુએ ાય છે.
[૨૯] સમુદ્રનું માપ
ગૌતમ : ભગવન્ ! લવણુ સમુદ્રના આકાર કેવો છે ?
મહાવીર ઃ ચેતી જેવા, નૌકા જેવા, છીપના સ`પુટ જેવા, અશ્વસ્કંધ જેવા તથા વલભી જેવા વૃત્ત અને વલયના આકારના છે. ગૌતમ : ભગવન્ ! તેનું માપ શું છે?
મહાવીર : લવણ સમુદ્રના ચક્રપાલ વિધ્યુંભ બે લાખ ચેાજનના છે. તેને ઘેરવે પંદર લાખ એકાશી હજાર એકસો એગણચાલીસ (૧૫૮૧૧૩૯) ચેાજન ઉપરાંત થેાડેઘણેા વધતા છે. તેતે ઊર્ધ્વધ એક હજાર ચેાજન છે, તેના ઉત્સેઘ સાળ હજાર ચેાજન છે, અને તેનું સર્વાંત્ર ૧૭ હજાર ચેાજન છે.
ગૌતમ : ભગવન્ ! તેા પછી એવડો મેટા લવણ સમુદ્ર આ જાંબુદ્રીપ નામના દ્વીપને શા મટે ડુબાડતા નથી ? અને જલમય કરી દેતા નથી ?
મહાવીર : જંબુદ્રીપ નામના આ દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં અહંતા, ચક્રવર્તીએ, બળદ, વાસુદેવા, ચારણા, વિદ્યાધરા, શ્રમણેા, શ્રમણીએ, શ્રાવક, શ્રાવિકાઓ અને અનેક ધર્મવાળા મનુષ્ય રહે છે. તેઓ સ્વભાવે ભદ્ર, વિનીત અને ઉપશાંત હાય છે. સ્વભાવથી જ તેઓના કાધાદિ કષાયા માં હેાય છે. સરલ અને કામળ હાય છે, તથા તેઓ જિતેન્દ્રિય, ભદ્ર અને નમ્ર હાય છે, તેવા મનુષ્યેાના પ્રભાવથી લવણુ સમુદ્ર જ બુદ્રીપને ડુબાડતો નથી અને જલમય કરી શકતો નથી,