________________
અધ્યાત્મ સાર,
પ્રભુના શરીરના પ્રતિબિંબ પડે છે. તે ઉપર કવિ ઉસ્પેક્ષા કરે છે કે, તેમણે આ ત્રણ ભુવનેના જીને એકી સાથે ઉદ્ધાર કરવાને ઘણાં રૂપ ધારણ કરેલા છે. કારણ કે, એક રૂપથી બધાને સાથે ઉદ્ધાર થઈ શકે નહીં. ૪ ... जगदानंदनः स्वामी जयति ज्ञातनंदनः।। . उपजीवति यघाचमद्यापि विबुधाः सुधाम् ।।५।।
ભાવાથ–તે, જગતને આનંદ આપનારા શ્રી જ્ઞાતનંદનમહાવીર સ્વામી જય પામે; કે જેમની વાણુરૂપી અમૃતને વિદ્વાને અદ્યાપિ સેવે છે. ૫
વિશેષાર્થ–મહાનુભાવ યશવિજયજી મહારાજ આ ફ્લેકશ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરે છે. આ લેકમાં વિબુધ એ શબ્દ ઉપર લેષ કરેલ છે. વિબુધ-વિદ્વાને અદ્યાપિ તે પ્રભુની અમૃત સમાન વાણુને સેવે છે, અને વિબુધ-દેવતાઓ પણ અમૃતને સેવે છે. અર્થાત્ તેમની વાણીરૂપી અમૃતને વિદ્વાને અને દેવતાઓ અદ્યાપિ સેવ્યા કરે છે. વીર પ્રભુએ પ્રરૂપેલા આગમને અદ્યાપિ તેઓ જાણે છે, ભણાવે છે, વાંચે છે, વંચાવે છે અને વિચારે છે. ૫
एतानन्यानपि जिनान् नमस्कृत्य गुरूनपि । अध्यात्मसारमधुना प्रकटीकर्तुमुत्सहे ॥ ६ ॥
ભાવાર્થ_એ શિવાયના બીજા પણ જિન ભગવતેને અને ગુરૂઓને નમસ્કાર કરીને હમણું અધ્યાત્મસાર ગ્રંથને પ્રકટ કરવા ઉત્સાહ રાખું છું. ૬