________________
અધ્યાત્મ સાર.
આ સંસારમાં પ્રીતિ થાય તેવું શું છે?
कचित् प्राज्यं राज्यं कचन धनलेशोऽप्यसुलभः कचिजातिस्फातिः कचिदपिच नीचत्वकुयशः । कचिरावण्यश्री रतिशयवती कापि न वपुः स्वरुपं वैषम्यं रतिकरमिदं कस्य नु भवे ॥ ११ ॥
ભાવાર્થ-કોઈને મોટું રાજય હોય છે, ત્યારે કેઈને ધનને લેશ પણ સુલભ નથી. કેઈને ઉત્તમ જાતિ હોય છે, તે કઈને નીચપણને અપયશ હોય છે. કેઈને અતિશય લાવણ્યની શોભા હોય છે, તે કેઈને શરીરનું રૂપ બીલકુલ નથી, એવી રીતે આ સંસારમાં રહેલું વિષમપણું કે પ્રીતિ કારક હોય? ૧૧
' વિશેષાર્થ–ગ્રંથકાર આ લેકથી આ સંસારની વિષમ સ્થિતિ દર્શાવે છે, અને તેથી તે સંસારમાં પ્રીતિ થાય તેવું કાંઈજ નથી, એમ જણાવે છે. કોઈને મોટું રાજ્ય હોય છે, તે કેઈને એક લેશ માત્ર દ્રવ્ય મળતું નથી. કેઈને સારૂં કુલ કે જાતિ હોય છે, તે કોઈને નીચતાને અપયશ હોય છે. કેઈને અતિશય સ્વરૂપ હોય, તે કઈ અતિશય કુરૂપી હોય છે. એવી રીતે વિષમતા વાળા આ સંસારમાં પ્રીતિ ઉપજે એવું કાંઈ નથી. કહેવાને આશય એવે છે કે, આ સંસારમાં સર્વ રીતે કોઈ પણ સુખી હેતું નથી. જેમ એક તરફ રાજ્ય, ઊત્તમ જાતિ અને અતિશય સંદર્ય હોય છે, તે બીજી તરફ નિર્ધનતા, નીચ જાતિ અને કદ્રુપપણું હોય છે, તેથી એવા વિષમ સંસારમાં પ્રીત કરવી તે અયોગ્ય છે. ૧૧