________________
૬૩૮
અધ્યાત્મ સાર.
ગ્રંથકર્તાના ગ્રંથ ઉપર સજ્જનો કેવો પ્રેમ રાખે છે?
पाथोदः पधबंधे विपुलरसभरं वर्षति ग्रंथकर्ता प्रेम्णां पूरैस्तु चेतः सर इह सुहृदां प्लाव्यते वेगवतिः । त्रुदयंति स्वांतबंधाः पुनरसमगुणद्वेषिणां उर्जनानां चित्रं भावनेत्रात् प्रणयरसवशानिःसरत्यश्रुनीरम् ॥९॥
ભાવાર્થ-ગ્રંથકર્તારૂપી મેઘ પદ્યબંધમાં ઘણા રસને ભાર વર્ષે છે, અને તેથી વેગવાળા પ્રેમના પુરથી સજજનેનું ચિત્તરૂપી સવ ઊભરાઈ જાય છે, અને તેથી અનુપમ ગુણના દ્રષી એવા દુર્જ નેના હૃદયના બંધ ત્રુટી જાય છે, પણ આશ્ચર્ય છે કે, ગ્રંથના ભાવને જાણનારા પુરૂષના નેત્રથો સ્નહરસને લઈને અશ્રુજા નીકળે છે. ૯
વિશેષાર્થ–ગ્રંથકાર આ સ્લેથી ગ્રંથકર્તાને મેઘનું રૂપક આપી વર્ણવે છે. જેમ મેઘ જળનાં પુરને વર્ષે, અને તેથી સરોવર ભરાઈ જાય છે અને બંધ ત્રુટી જાય છે, તેવી રીતે ગ્રંથકાર રૂપી મેઘ પઘબંધમાં ઘણા શૃંગારાદિ રસને વર્ષે છે, અને તેના વેગવાળા પ્રેમના પરથી સજ્જનેનું ચિત્તરૂપી સરેવર ઉભસઈ જાય છે. જ્યારે મેઘની વિશેષ વૃષ્ટિ થાય, ત્યારે જેમ કોઈ સરેવરના કે નદીના બંધ ત્રુટી જાય છે, તેમ ગ્રંથકર્તારૂપી મેઘની વૃષ્ટિ થવાથી દુર્જનના હૃદયના બધ તુટી જાય છે. કારણકે, તે દુજને અનુપમ ગુણના દ્વેષી હેય છે, પણ અહિં એટલું આશ્ચર્ય છે કે, ગ્રંથના ભાવને જાણનારા પુરૂષનાં નેત્રથી સનેહરસને લઈને અશ્રુજળ નીકળે છે, કારણ કે, વૃષ્ટિના સમયમાં અશુજળ નીકળવું ન જોઈએ, તેથી આશ્ચર્ય છે. ૯