________________
આત્મનિશ્ચયાધિકાર.
૫૪૩ વિશેષાર્થ-જેટલા ભાવ પરને આશ્રીને રહેલા છે, તેવા ભાવને કત્તો આત્મા છે. આદિ શબ્દથી તેને ભક્તો આત્મા છે, એવું અભિમાન થાય છે. આ અભિમાનને લઈને અજ્ઞાની પુરૂષ કર્મથી બંધાય છે. કારણ કે, તેનામાં કત ભેતાનું અભિમાન જાગ્રત થાય છે, અને જે જ્ઞાની છે, તે નિર્લેપ રહે છે. કારણ કે, તેનામાં કર્તા ભક્તાનું અભિમાન હેતું નથી. ૧૦૯
તે ઉપર આત્માનું કર્તાપણું જણાવે છે. कर्तवमात्मनो पुण्यपापयोरति कर्मणोः । रागषाशयानां तु कर्तेष्टानिष्ठवस्तुषु ॥ ११० ॥
ભાવાર્થ-આત્મા પુણ્ય પાપ કર્મને કર્તાજ છે, અને ઈષ્ટ તથા અનિષ્ટ વરતુઓમાં રાગ દ્વેષના આશયને કરી છે. ૧૧૦
વિશેષાર્થ–આત્મા પુણ્ય પાપ રૂપ કર્મોને કર્તા છે, એટલે કરેલાં પુણ્ય પાપનું કર્તાપણું આત્માને લાગુ પડે છે, અને ઈષ્ટ તથા અનિષ્ટ વસ્તુઓમાં જે રાગ દ્વેષના આશય છે, તેને કર્તા પણ આત્મા છે. એટલે ઈષ્ટ વસ્તુ ઉપર રાગ, અને અનિષ્ટ વસ્તુ ઉપર દ્રષના જે આશયે પ્રગટ થાય છે, તે કત્ત પણ આત્મા છે. એટલે તેની સાથે આત્માને સંબંધ હોઈ શકે છે. ૧૧૦ આત્મામાં કર્મ ભમે છે, એ વાત કયારે ઘટે છે? रज्यते पेष्टि चार्थेषु तत्तत्कार्यविकटपतः । आत्मा यदा तदा कर्म भ्रमदात्मनि युज्यते ॥ १११ ।।