________________
૫૦૧
આત્મનિશ્ચયાધિકાર વિશેષાથ–આત્મા અમૂર્ત છે, પણ તેને મૃત્તિમાન્ શરીરના સંબંધથી મૂર્તમાન માને છે તે ભ્રમ છે. વસ્તુતાએ આત્મા અમૂર્ત છે, અને તેની સાથે શરીરને સંબંધ છે જ નહીં. તે વાત દષ્ટાંતથી સમજાવે છે. ઉષ્ણ અગ્નિના યેગથી લેકે ઘીને પણ શિષ્ણ કહે છે. વરતુતાએ ઘીની અંદર જે ઊષ્ણુતા છે, તે અગ્નિથી છે, ઘીની નથી. પણ અગ્નિના સંબંધથી ઘીમાં ઊષ્ણુતા ગણવામાં આવે છે. તેવી રીતે આત્મા અને શરીરના સંબંધમાં જાણી લેવું. ૩૬ આત્માને મૂર્તિમાન પણું કઈ રીતે ઘટતું નથી. न रूपं न रसो गंधो न न स्पर्शो न चाकृतिः। यस्य धर्मो न शब्दो वा तस्य का नाम मूर्तता ॥३७॥
ભાવાર્થ—જે આત્માને રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી, આકૃતિ નથી, ધર્મ નથી, અને શબ્દ નથી; આ માને મૂર્તિમાન પણું શી રીતે હોય? ૩૭
વિશેષાર્થ–જેનામાં મૂર્તિપણું હોય, તેનામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, ધર્મ અને શબ્દ હોય છે, અને જે અમૂર્ત હોય, તેનામાં રૂપાદિક હેતાં નથી. આત્મામાં તે રૂપાદિક નથી, માટે તે અમૂત્ત છે. ૩૭ જેનું રૂપ મકાશ હોય, તેનામાં મૂર્ણપણું કેમ ઘટે?
दृश्यादृश्यं हृदाग्राह्यं वाचामपि न गोचरः । स्वप्रकाशं हि यद्रूपं तस्य का नास मूर्तता ॥ ३०॥