________________
કદાગ્રહ ત્યાગાધિકાર. . . ૩૫૭ જેના અંતરમાં કદાગ્રહ રૂપ અગ્નિ પ્રગટ થયેલો
છે, તેવા અંતરમાં તત્વજ્ઞાન કયાંથી હોય? . असद् प्रहाग्नि ज्वलितं यदंतः क्व तत्र तत्व व्यवसायवल्लिः । प्रशांतिपुष्पाणि हितोपदेशं फलानि चान्यत्र गवेषयंतु ॥२॥
ભાવાર્થ–જેનું અંતર-હદય કદાગ્રહ રૂપી અગ્નિથી પ્રજવલિત થયેલું છે, તેની અંદર તત્ત્વજ્ઞાનના વ્યવસાય રૂપી વેલ, શાંતિરૂપી પુષ્પ અને હિતિપદેશ રૂપ ફળ ક્યાંથી હોય? તેની શોધ બીજે ઠેકાણે કરવી. ૨
વિશેષાર્થ–જેનું હૃદય કદાગ્રહ રૂપી અગ્નિથી પ્રજવલિત થયેલું છે, એટલે જેના હદયમાં કદાગ્રહ હોય છે, તેની અંદર તત્વજ્ઞાનના વ્યવસાય રૂપે વેલ, શાંતિ રૂપી પુછે અને હિતેપદેશ રૂપી ફળ કયાંથી હોય? અર્થાત જે હૃદયમાં કદાગ્રહ હેય તે, તત્ત્વજ્ઞાન, શાંતિ અને હિતેપદેશ પ્રાપ્ત થતાં નથી. તેથી એવા કદાગ્રહી હદયવાળાઓએ તત્ત્વ જ્ઞાન, શાંતિ અને હિતોપદેશ બીજે ઠેકાણે શોધવાં જોઈએ. ૨
કદાગ્રહ પંડિત માની પુરૂષા સરસ્વતીના
રહસ્યને પ્રાપ્ત થતાજ નથી. अधीत्य किंचिच्च निशम्य किंचिदसदू ग्रहापमित मानिनो ये। मुखं सुखं चुंबित मस्तुवाचो लीला रहस्यं तु न तैर्जगाहे ॥३॥