________________
મિથ્યાત્વ ત્યાગાધિકાર
૩૨૧
વિશેષાર્થ–કઈ જાતનું રૂપ કરવામાં આવે, તે છતાં પણ પ્રવૃત્તિ ન કરવી જોઈએ, અથવા અનુમાન ન કરવું જોઈએ. કારણ કે, ક્ષણિક મતવાળા આત્માને ઉદયથી ક્ષણિકપણું કહે છે, તે પણ નિશ્ચયથી કહેતા નથી, એટલે આત્માને ઊદયથી ક્ષણિકપણું થાય છે, તે અનિશ્ચયથી જણાવે છે. ૩૬
નિશ્ચય વિના પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. न वैजात्यं विना तत्स्यान्न तस्मिन्ननुमा भवेत् । विना तेन न तत्सिचिर्नाध्यक्षं निश्चयं विना ॥ ३७॥
ભાવાર્થી—વિજાતિપણુ વિના તે હેતું નથી, એને તેની અંદર કાંઈ અનુમાન ઘટતું નથી, અને તેની સિદ્ધિ થતી નથી, અને નિશ્ચય વિના પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. ૩૭
વિશેષાર્થ–ક્ષણિક માનવાથી વિજાતિપણું રહેતું નથી અને વિજાતપણુ વિના તે હેતું નથી, જ્યારે વિજાતીપણું ન હોય તે પછી, અનુમાન પ્રમાણ પણ તેમાં સંભવતું નથી, અને અનુમાન વિના તેની સિદ્ધિ થતી નથી. એમ હોવાથી નિશ્ચયને અભાવ થાય છે, અને નિશ્ચય વિના પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી, તેથી ક્ષણિક મત અનાદરણીય છે. ૩૭ ક્ષણિક મતનું ખંડન કરવામાં બીજા કારણે બતાવે છે. एकतः प्रत्यजिज्ञानं दणिकत्वं च बाधते ।
મન્ચા સોદામાચરિયાણા | 0 | - ૨૧