________________
સમ્યક્તાધિકારઃ
૨૯૧
ભાવાર્થ-જ્ઞાનગથી સમ્યગ દ્રષ્ટિવાળા મહાત્માવડે કદિ હિંસા થઈ જાય છે, તે હિંસા તપેલા લેઢા ઉપર પગ મુકવાના જેવી હેવાથી, તે નરકને બંધ કરતી નથી. ૪૭
વિશેષાર્થ-જે પ્રાણી સમ્યગુદ્રષ્ટિ છે, તે સર્વદા જ્ઞાનયોગ વડે વર્તે છે, તેવા મહાત્માથી કદિ હિંસા થઈ જાય છે, તે હિંસા તેને નરકને બંધ કરતી નથી. તે વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ કેઈ તપેલા લેઢા ઊપર પગ મુકીને ચાલે, પણ બળવાના ભયથી તે પિતાને પગ નિઃશંકપણે તે ઉપર ઠરાવે નહીં, તેવી રીતે સમ્યદ્રષ્ટિ પુરૂષ નિઃશંકપણે હિંસા કરે નહીં, અને તેથી તેને નરકને બંધ થતું નથી. ૪૭ તે ઉપર જિનપૂજાદિનું દ્રષ્ટાંત આપી અને
હિંસાને સિદ્ધ કરે છે.
सताम्यस्या श्व कस्याश्चिद् यतनाभक्तिशालिनाम् । अनुबंधो ह्यहिंसाया जिनपूजादि कर्मणि ॥४७॥
ભાવાર્થ-જેમ યતના–જયણાની ભક્તિવાળા અને જનપૂજાદિ કર્મને વિષે અહિંસાને અનુબંધ છે. ૪૮
વિશેષાર્થ જેમયતના–જયણથી જિનપૂજા વગેરે કર્મ કરનારા પુરૂષને હિંસા લાગતી નથી, કારણ કે, જ્ઞાન એગવડે તેઓ જિનપૂજા કરે છે, તેથી તે પૂજાથી અહિંસા-દયાને અનુબંધ છે. કારણકે, પરંપરાએ એ જિનપૂજા મુક્તિ આપનારી થાય છે.૪૮