________________
અધ્યાત્મ સાર
વિશેષાર્થ—જ્યારે શરીરમાંથી મનને વેગ નાશ પામે છે, ત્યારે લેકે જીવનું મરણ કહે છે, પરંતુ આત્મા તે અમર છે, માટે તત્વથી આત્માની હિંસા થતી નથી, એ અર્થ ઘટે છે. રપ
તે વિષે બીજો અભિપ્રાય, नैति बुकिंगता दुखोत्पाद रूपेय मौचिती। पुंसि भेदाग्रहात्तस्याः परमार्थोऽव्यवस्थितः ॥१६॥
ભાવાર્થ–બુદ્ધિમાં રહેલ દુઃખને ઉત્પન્ન કરનારી ગ્યતા એ હિંસા છે, એમ કહે છે, તે પણ ચોગ્ય નથી. કારણ કે, પુરૂષ ના ભેદના આગ્રહથી બુદ્ધિને આત્માથી જુદી માને છે, તેથી આ ભાની હિંસા ન થઈ, અને બુદ્ધિને પરમાર્થ રીતે આત્મા સાથે વ્યવસ્થા નથી. ૨૬
વિશેષાર્થ-કઈ એમ કહે કે, આગળ દુઃખ ઉત્પન્ન કરનારી બુદ્ધિ તે હિંસા કહેવાય છે, પણું એ વાત ઘટતી નથી, કારણ કે, બુદ્ધિ આત્માથી ભિન્ન છે, એમ માને છે, તેથી કઈ રીતે આ ત્માની હિંસા થવી ઘટતી નથી. જો કે ખરી રીતે બુદ્ધિને આત્માની સાથે વ્યવસ્થા નથી, એટલે બુદ્ધિથી કપેલ હિંસાને આત્માની સાથે લેવાદેવા નથી. ૨૬ જીવને એકાંતે નિત્ય માનવાથી હિંસાને અર્થ
ઉડી જાય છે. न च हिंसापदं नाशपर्यायं कथमप्यहो। जीवस्यैकांत नित्यत्वेऽनुलवा बाधकं नवेत् ॥२०॥