________________
૧૮૬
અધ્યાત્મ સાર.
મમતાવશ થયેલે પુરૂષ પ્રાણને નાશ કરનારી પ્રિયાને
પ્રાણથી પણ અધિક પ્રિય માને છે. प्राणाननित्यताध्यानात् प्रेमभूम्ना ततोऽधिकाम् । प्राणापहां प्रियां मत्वा मोदते ममतावशः ॥ १३ ॥
ભાવાર્થ-મમતાને વશ થયેલે માણસ ઘણા પ્રેમને લઈને પિતાના પ્રાણને અનિત્ય માને છે, અને પ્રાણને નાશ કરનારી પ્રિયાને તે પ્રાણથી પણ અધિક માની ખુશી થાય છે. ૧૩
વિશેષાર્થ–મમતાને વશ થયેલે માણસ પિતાના પ્રાણને અનિત્ય માને છે, અને તે પ્રાણને હરનારી સ્ત્રીને અતિશય પ્રેમને લઈને પ્રાણથી પણ અધિક પ્રિય માની હૃદયમાં ખુશી થાય છે. અહા! મમતા કેવી વિષમ છે? જેને વશ થયેલે માણસ પ્રાણુની હાનિને પણ વિચાર કરતા નથી. પ્રાણને નાશ કરનારી પ્રિયાને તે પ્રાણથી પણુ અધિક માને છે. અને સ્વયમેવ પિતાનો નાશ કરે છે, તેથી સર્વથા મમતા ત્યાજ્ય છે. ૧૩
મમત્વને લઈને રાત્રીનાં અંગને કેવાં માને છે ?
कुंदान्यस्थीनि दशनान् मुखं श्लेष्पगृहं विधुम् । मांसग्रंथीस्तनौ कुंजी हेम्नो वेत्ति ममत्ववान् ॥ १४॥
ભાવાર્થ–મમતાવાળો પુરૂષ અસ્થિ રૂપ દાંતને કેલરનાં પુષ્પ માને છે, કફના ઘર રૂપ મુખને ચંદ્ર ગણે છે, અને માંસની ગ્રંથિરૂપ સ્તનેને સેનાનાં કળશો જાણે છે. ૧૪