________________
૧૮૪
અધ્યાત્મ સાર,
ણને માટે પોતે દુઃખી થાય છે, તેઓ આ લેક અને પરલેકમાં તેના રક્ષણને માટે અથવા તેને શરણ આપવાને માટે ઉપયોગી થતાં નથી. ૧૦
વિશેષાર્થ–આ સંસારમાં મનુષ્ય પોતાનાં સગાં-સ્નેહીઓ તરફ મમતા રાખી અનેક જાતનાં પાપ કર્મો કરી તેમનું ભરણ પિષણ કરે છે, અને તેમ કરવામાં અનેક જાતનાં સંકટ વેઠે છે. પરંતુ તેને તેનાં સગાં-સંબંધીઓમાંથી કેઈ પણ સહાયરૂપ થતું નથી, તેમજ શરણરૂપ પણ થતું નથી. તેથી સુજ્ઞ મનુષ્ય એ પાપકારિણી મમતાને સર્વથા ત્યાગ કર જોઈએ, ૧૦ મમત્વથી ઘણું લેકનું પોષણ કરનાર એક મનુ
ષ્યને નરકનાં તીવ્ર દુખ સહન કરવો પડે છે. ममत्वेन वहन् लोकान् पुष्णात्येकोर्जितधनैः। सोढा नरक दुःखानां तीव्राणामेक एव तु ॥ ११ ॥
ભાવાર્થ—એક પુરૂષ મમતથી ઊપાર્જન કરેલા દ્રવ્ય વડે ઘણું લેકેનું પિષણ કરે છે, અને તે તીવ્ર એવા નરકનાં દુઃખને સહન કરનાર પણ તે એકજ છે. ૧૧
વિશેષાર્થ_એક માણસ મમત્વને લઈને પિતાના સ્વજનેનું, ધન કમાઈને પિષણ કરે છે, પણ આખરે તે એકજ નરકનાં દુઃખને સહન કરનારે થાય છે. કહેવાનો આશય એ છે કે, મમત્વને લઈને માણસ પિતાના લોકોનું ભરણ–પિષણ કરવાને અનેક જાતનાં પાપારંભ કરી દ્રવ્ય કમાય છે, પણ આખરે તે પા