________________
મમતાત્યાગાધિકારઃ
: ૧૮૧
- એક
સંબંધ જોવામાં આવતું નથી. પછી સંસારમાં મમતા વધવાથી તે સર્વ પ્રકારના સંબંધની કલ્પના કરે છે. આ સંસારમાં ન્યાત જાત વગેરેના જે સંબંધ હોય છે, તે મમતાને લઈને જ છે. વસ્તુતાએ જીવને કોઈ સંબંધ નથી; કારણકે, જન્મ અને મરણ તે એકલાને જ હોય છે. તે ઉપર રત્નાદેવીનું દષ્ટાંત જૈન ઈતિહાસમાં પ્રખ્યાત છે. ૫
એક મમતાના બીજમાંથી આ બધા પ્રપંચની
ક૯૫ના છે.
व्यामोति महती भूमि वटबीजायथा वटः । तथैकममतावीजा त्मपंचस्यापि कल्पना ॥६॥
ભાવાર્થ–જેમ વડના નાના બીજમાંથી વડનું ઝાડ મટી ભૂમિમાં વ્યાપી જાય છે, તેમ એક મમતાના બીજમાંથી આ પ્રપંચસંસારની કલ્પના ઉભી થાય છે. વડના દણાંત ઉપરથી બરાબર સમજવાનું છે કે, એક મમતાને અંશ હોય તે પણ તેમાંથી અનંત સંસાર વધતું જાય છે, તેથી ઉત્તમ છએ મમતાના અંશને પણ ત્યાગ કરે. ૬. જ્ઞાન રૂપ ઔષધ શિવાય મમતાન વધી જતો - વ્યાધિ ઉછેદ પામતે નથી. माता पिता मे भ्राता मे नगिनी वबना च मे । पुत्राः सुता मे मित्राणि झातयः संस्तुताश्च मे ॥७॥