________________
મમતાત્યાગાધિકારક
૧૭૯
મમતારૂપી રાક્ષસી મુનિઓના એકઠા કરેલા ગુણ
સમૂહને ક્ષણમાં ભક્ષણ કરી જાય છે. कष्टेन हि गुणग्रामं प्रगुणीकुरुते मुनिः
ममता राक्षसी संर्व भक्ष्यत्यकहेलया ॥३॥
ભાવાર્થ-મુનિ કણ વડે ગુણેના સમૂહને તૈયાર કરે છે, તે સર્વને મમતા રૂપી રાક્ષસી એક ઝપાટે ખાઈ જાય છે. ૩
વિશેષાર્થ–ચારિત્ર ધારી મુનિ તપસ્યા અને પરિષહ વગેરેનાં કષ્ટ સહન કરી ગુણેના સમૂહને તૈયાર કરે છે–એકઠા કરે છે, તે સર્વ ગુણ સમૂહને મમતારૂપી રાક્ષસી એક ઝપાટામાં ભક્ષણ કરી જાય છે. કહેવાનો આશય એ છે કે, મુનિએ ચારિત્રને અંગે ભારે તપસ્યા કરી, અને વિષમ પરીષહે સહન કરી પિતાના આત્માની અંદર ઘણુ ગુણે મેળવ્યા હોય, પણ જે તે મુનિમાં મમતા રહેલી હોય છે, તેના સર્વ ગુણે નાશ પામી જાય છે. એક મમતા એ દુર્ગુણ છે કે, જે બીજા સર્વ ઉત્તમ ગુણેને એક ઝપાટે નાશ કરી નાખે છે, તેથી મુનિએ સર્વથા મમતાને ત્યાગ કરવો જોઈએ. ૩
મમતા રૂપી પત્ની અહા! ઘણા ઉપાયોથી જીવને
રમાડે છે; जंतुकांत पशूकृत्य द्रागविद्यौषधीबक्षात् । उपायहुभिः पत्नी ममता क्रीमयत्यहो ॥४॥