________________
अथ तृतीयः प्रबंधः
પ્રથમ
ममतात्यागाधिकारः
પ્રાજ્ઞ પુરૂષ અનર્થ આપનાર મમતાને ત્યાગ
કરવો જોઈએ. निर्ममस्यैव वैराग्यं स्थिरत्वमवगाहते । परित्यजेत्ततः पाझो ममतामत्यनर्थदाम् ॥ १॥
ભાવાર્થ-જેનામાં મમતા રહેલી નથી, એવા પુરૂષને વૈરા- * ગ્ય સ્થિસ્તાને પામે છે. તેથી પ્રાજ્ઞ પુરૂષે અત્યંત અનર્થ આપનારી મમતાને ત્યાગ કરે જોઈએ. ૧
વિશેષાર્થી–ગ્રંથકાર હવે આ ત્રીજા પ્રબંધમાં પ્રથમ મમતા ત્યાગ નામને અધિકાર કહે છે. કદિ કઈ કારણથી માણસને વૈરાગ્ય થઈ આવે, પણ જો તેનામાં કઈ જાતની મમતા હોય તે તે વૈરાગ્ય સ્થિર રહી શકતું નથી. મમતા વૈરાગ્યને અસ્થિર કરે છે, તેથી વિરક્ત પુરૂષે સર્વથા મમતાને ત્યાગ કરવે જોઈએ, કારણ
૧૨