________________
૧૬૬
અધ્યાત્મ સાર,
ધીરજને ધારણ કરે છે, તેઓને સંસારના બીજા મોહક વિષ તદ્દન ગમતા નથી. તે ઉપરથી સમજવાનું કે, જે પુરૂષે પુની કેમળ શય્યા ઉપર સ્ત્રીને આલિંગન કરી પડયા રહે છે, અને તે વડે સ્પર્શેન્દ્રિયનાં સુખને અનુભવે છે, તે સર્વે સ્પર્શેન્દ્રિય સુખે પુદગલિક હેવાથી પરિણામે વિષમ છે, અને નાશવંત છે, અને જે અંદરનાં ઉત્તમ સુખ છે, તે પરિણામે હિતકારી અને સ્થિર રહેનારાં છે. ૧૪ હૃદયમાં નિવૃત્તિ સુખને ધારણ કરનારાને ચંદનને લેપ અને ર્નિભળપણને પ્રાપ્ત થયેલાને જળનું
સ્નાન હર્ષદાયક થતાં નથી. हदि निवृत्तिमेव बिभ्रतां न मुदे चंदनबेपनाविधिः । विमलत्वमुपेयुषां सदा ससितस्नानकलापि निष्फला ॥१५॥
ભાવાર્થ-હદયમાં નિવૃત્તિ સુખને ધારણ કરનારા પુરૂને ચંદનના લેપને વિધિ હર્ષકારક થતું નથી, અને સર્વદા નિર્મળ પણાને રાખનારા એવા તે પુરૂષને જળના નાનને વિધિ પણ નિષ્ફળ છે. ૧૫
વિશેષાર્થ–સ્પર્શેન્દ્રિયના સુખની ઈચ્છા રાખનારા પુરૂષ પિતાની છાતી ઉપર ચંદનને લેપ કરે છે, પણ તે પુદગલિક છેવાથી પરિણામે નિરૂપયેગી બને છે, અને છેવટે વિષયના વિકારેને વધારનાર થવાથી દુઃખરૂપ પણ થાય છે. તેમજ શરીરના શૃંગારને વધારનારા પુરૂષે હમેશાં જળમાં સ્નાન કરે છે, અને