________________
વૈરાગ્ય ભેદાધિકાર
૧૩૫
જ્ઞાનથી એ ઊત્તમ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે કે, જેથી તે મનુષ્ય પિતાનું આત્મસાધન સારી રીતે કરી શકે છે. ૧૬
કેવા પુરૂષને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય પ્રગટ થાય છે?
मीमांसा मांसला यस्य स्वपरागम गोचरा । बुधिः स्यात्तस्य वैराग्यं ज्ञानगर्नमुदंचति ॥ १७ ॥
ભાવાર્થ જેને વિચાર પણ હોય, અને જેની બુદ્ધિ પિતાના અને બીજાના શાસ્ત્રમાં પ્રવર્તતી હોય, તેને જ્ઞાન ગર્ભ વૈરાગ્ય પ્રગટ થાય છે. ૧૭
વિશેષાર્થ-જ્ઞાનગર્ભ વૈરાગ્ય પ્રગટ થવામાં બે મુખ્ય કારહ્યું છે. સારા વિચારે અને સ્વસિદ્ધાંત તથા પરસિદ્ધાંતમાં પ્રવતૈલી બુદ્ધિ, જે હદયમાં સારા સારા વિચાર આવે તે, તેનાથી સ્વવસ્તુ અને પરવસ્તુનું ભાન થાય છે; એથી કરીને ઉત્તમ પ્રકારને વૈરાગ્ય થઈ આવે છે. તેમજ બુદ્ધિ પણ એવી હેવી જોઈએ કે, જેથી વૈરાગ્ય ભાવનાને પુષ્ટિ મળે. જ્યારે પિતાના અને પારકા સિદ્ધાંતમાં બુદ્ધિ પ્રવર્તે, એટલે બંને સિદ્ધાંતનું સ્વરૂપ યથાર્થ જાણવામાં આવે ત્યારે ઉત્તમ વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. આ ઉભય કારણે એટલાં બધાં ઉત્તમ છે કે, જેથી ઉત્પન્ન થયેલ વૈરાગ્ય માનવ આત્માને આ જગતના વૃથા વ્યવહારનું ભાન કરાવે છે, અને મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ ઓળખાવે છે. તે ઉપરથી એ ઊપદેશ લેવાને છે કે, ઊત્તમ પ્રકારના સારા વિચારો કરવા અને સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતમાં બુદ્ધિને જોડવી, જેથી જ્ઞાનગર્ભિત