________________
૧૪.
અધ્યાત્મ સાર
સર્વથા વૈરાગ્ય ન હય, એમ ન જાણવું. કારણ કે, ત્યાં પિતાના આત્મિક સ્વભાવની રમણતાએ કરીને કુસંગપણું હણાય છે. એ વાત શ્રી વિતરાગ તેત્રને વિષે શ્રીહેમાચાર્ય મહારાજે જણાવેલી છે. ૧૨
વિશેષાર્થ–સમક્તિની દશા એટલે સ્થિતિ, તેમાં થે ગુણઠાણે પણ સર્વથા વૈરાગ્ય ન હોય, એમ ન સમજવું. ત્યાં પણ પિતાના આત્મિક સ્વભાવની રમણતાએ કરી કુસંગપાળું હણાય છે. તે વિષે શ્રી હેમચંદ્રાચાર્યે વિતરાગ તેત્રમાં કહેલું છે તે ઉપરથી સમજવાનું કે, એથે ગુણસ્થાને અવશ્ય વૈરાગ્યપણું હાય. ૧૨
તે વીતરાગ સ્તોત્રનું પ્રમાણ આપે છે.
यदामरुन्नरेजश्रीस्त्वया नाथोपनुज्यते । यत्र तत्र रतिर्नाम विरक्तत्वं तदापि ते ॥ १३ ॥
ભાવાર્થ– હે નાથ ! તમે દેવતાઓના રાજા-ઈદ્રની લક્ષમી ભેગવી છે, અને જ્યાં ત્યાં તમારી રતિ હોય છે, તે પણ ત્યાં તમને વિરાગ્ય જ હોય છે. ૧૩
વિશેષાર્થ હે ભગવન! તમેએ ઇંદ્રની લક્ષમી ભગવેલી છે, અને જ્યાં ત્યાં તમને રતિ ઉપજે છે, તે પણ તે બધે ઠેકાણે તમારું વિરક્ત પણું જ રહેલું છે. કહેવાનો આશય એ છે કે, શ્રી જિનભગવાન ઈંદ્ર લક્ષ્મી ભગવે છે, અને જ્યાં ત્યાં તેમની મેહ રતિ દેખાય છે, તે પણ તેમને તે પર વૈરાગ્ય જ હોય છે. કારણ કે, તેમનું હૃદય વિષયાસક્ત હેતું નથી. જ્યાં હદય વિષયાસક્ત હોય, ત્યાં વૈરાગ્ય ભાવ ટકી શક્તા જ નથી. ૧૩