________________
નરયિકેના ભેદો ]
[ ૩૧ ભગવાને ફરમાવ્યું કે નારક જીવે ત્રણ પ્રકારના છે. સમ્યગ્ર દષ્ટિ મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિ આમાં સમ્યગદષ્ટિ નારકને આરંભિકી, પારિગ્રાફિકી, માયાપ્રત્યચિકી અને અપ્રત્યાખ્યાન ક્રિયા હોય છે. જ્યારે પાછળના બને નારકેને મિથ્યાદષ્ટિ પ્રત્યયા નામની ક્રિયા વધવાથી પાંચ ક્રિયાઓ હોય છે.
તે ક્રિયાઓનું સ્વરૂપ આ પ્રમાણે છે:
(૧) આરંભિકી–જે ક્રિયામાં પાંચે સ્થાવર, વિકલેન્દ્રિય, અને પંચેન્દ્રિય અને ઘાત થાય તે કિયા.
(૨) પારિગ્રાહિકી–પરિગ્રહ વધારવાની લાલસાથી થત માનસિક, વાચિક કાયિક વ્યાપાર
(૩) માયા પ્રત્યયિકી–ત્રણે ભેગમાં વકતા, વંચકતા કપટયુક્ત જે વ્યાપાર થાય તે.
(૪) અપ્રત્યાખાનિકી પાપના દ્વારેને બંદ નહિ કરેલા હોવાથી જે પાપયુક્ત ક્રિયા થાય તે.
(૫) મિથ્યાદર્શન પ્રત્યયા જૈન-આગમાં, જૈનત્વમાં, અરિહંત દેવ, પંચમહાવ્રતધારી ગુરુ, અને ધાર્મિક અનુઠાનેરૂપ અહિંસા મૂલક ધર્મમાં શંકા-સંશય-અશ્રદ્ધા કરવાથી જે ક્રિયા લાગે તે મિથ્યાદર્શનપ્રત્યયા કિયા કહેવાય છે, આના પરિણામે જીવમાત્ર પોતાના આત્માની ઓળખાણમાં અને તેની શુદ્ધિમાં બેધ્યાન રહેવાથી એની (જીવાત્માની) બધીએ કિયાએ ચારે ગતિમાં રખડાવનારી જ હોય છે.
અસુરકુમાર ભવધારણીય શરીરની અપેક્ષાએ જધન્યથી અંગુલના અસંખ્યય ભાગે અને ઉત્કૃષ્ટથી સાત હાથ પ્રમાણના શરીરવાળા હોય છે. જ્યારે ઉત્તરક્રિય શરીરની અપેક્ષાએ