________________
ત્રીજી આવૃત્તિ પ્રસંગે
પ્રસ્તુત આગમીય ગ્રન્થ આજે ત્રીજી આવૃત્તિમાં પ્રકાશિત થઈ રહ્યો છે બીજો ભાગ પણ બીજી આવૃત્તિમાં પ્રકાશિત કરવાની તૈયારીમાં છે. આ રીતે ભગવતી સૂત્ર સારા સંગ્રહના ચાર ભાગોમાં ભગવતી સૂત્રની અથથી ઇતિ સુધી. પૂર્ણાહુતિ કરી લીધા પછી–દશમાંગ શ્રી પ્રશ્ન વ્યાકરણ ગ્રન્થને અમે પ્રકાશિત કરી શકયા છીએ. બારવ્રત, જીવન સુખી : કેમ બને? ભગવાન મહાવીર સ્વામીનું દિવ્ય જીવન ઉપરાંત બીજા પણ નાના મોટા ગ્રન્થનું પ્રકાશન કરીને અમને ઘણે જ આનન્દ થાય છે.
ભિવંડી નવી ચાલ સુપાર્શ્વનાથ દેરાસરના ટ્રસ્ટીઓની.. ઉદારતાથી તેમનાં જ્ઞાન ખાતામાંથી સંપૂર્ણ ખર્ચની જોગવાઈ કરેલી હોવાથી અમારું કાર્ય સફળ બન્યું છે. તે માટે ટ્રસ્ટીઓને ધન્યવાદ આપીએ છીએ. - અમદાવાદ નિવાસી ચીનુભાઈ મેહનલાલ શાહે ઝડપથી આ પુસ્તકનું મુદ્રણ કરી આપ્યું છે. તે માટે તેઓ પણ. ધન્યવાદને પાત્ર છે. ૨૦૪૩ ફાગણ સુદિ ૧૪
પ્રકાશકઃ