________________
શતક–૫ મું ઉદ્દેશક–૧૦ ]
[ ૫૫૭ વાણવ્યંતરે ૮ પ્રકારના કહ્યા છે.
તિષિકે ૫ પ્રકારના કહ્યા છે. વૈમાનિક ૨ પ્રકારના કહ્યા છે.
આ ઉદ્દેશકમાં કંઈ પણ વર્ણન કે પ્રશ્નોત્તર નથી. માત્ર ૧ લા ઉદેશકમાં જેમ સૂર્યનું વર્ણન કર્યું. તેમ આ ઉદ્દેશકમાં ચંદ્રનું વર્ણન સમજવાનું જણાવ્યું છે ને તે ચંપાનગરીના વર્ણનમાં છે.
આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન મહાવીરસ્વામીની દેશના. સાંભળીને પર્ષદા રાજી થઈ અને વારંવાર વન્દન કરી, નમન કરી પ્રભુના ગુણોનું વર્ણન કરતી. જનતા આ પ્રમાણે બલીકે
(૧) આધિવ્યાધિ અને ઉપાધિ રૂપ દાવાનલથી દગ્ધ થયેલા સંસારના પ્રાણિઓને માટે મેઘના નીર જેવા ભગવાન મહાવીર સ્વામીને અમારા વન્દન હેજે.
(૨) સંસારની માયાને સેવનારા, જીવાત્માની ચારે બાજુ ઉત્પન્ન થયેલી મોહકર્મ રૂપી ધૂલને નાશ કરવામાં પવનની જેવા દેવાધિદેવને અમે મન વચન અને કાયાથી નમીએ છીએ.
(૩) જગતની માયા રૂપી પૃથ્વીના પેટાલને ફેડવા માટે હળની જેવા પતિત પાવન ભગવાનને અમે વારંવાર સ્તવીએ છીએ.
(૫) કલ્પાંત કાળના વાવાઝોડાથી પણ ચલાયમાન નહીં થનારા માટે મેરૂ પર્વતની જેવા ભગવાન મહાવીરસ્વામીને અમે ત્રિકાલ પ્રણમીએ છીએ. '
(૫) સર્વશ્રેષ્ઠ ધ્યાનની પ્રકિયા રૂપી તાપ વડે સૂર્યની જેમ. અનંતકાળથી ઉપાર્જન કરેલા કર્મના વિપાક રૂપી કાદવને જે વર્ધમાનસ્વામીએ સૂકવી દીધા છે, તે ભગવાન મહાવીર સ્વામી સો જીવેને હર્ષ દેવાવાલા થાએ