________________
૫૪૪]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ ક્ષેત્રાદિ લઈને અસત્ છે. અમુક આકાશ પ્રદેશના ક્ષેત્રને લઈને સત્ છે. જ્યારે બીજા આકાશ પ્રદેશને લઈને અસત્ છે. કાળની દૃષ્ટિએ અમુક વર્ષના, હેમન્તઇતુના, પિષ મહિનાના શુકલ પક્ષમાં, આઠમને દિવસમાં બપોરના ત્રણ વાગ્યે ઘડાયેલે. હેવાની અપેક્ષાએ સત્ છે. જ્યારે બીજા વર્ષ, બીજી તું, બીજા મહીનાના અનંતકાળની અપેક્ષાએ અસત્ છે.
ભાવની અપેક્ષાએ, અમુક રંગની અપેક્ષાએ સત્ છે, જ્યારે બીજા રંગેની અપેક્ષાએ અને તારતમ્ય ઓછાવત્તા રંગેની અપેક્ષાએ અસત્ છે. શબ્દની અપેક્ષાએ જુદા જુદા દેશમાં ઘટ અર્થ જણાવવા માટે જુદા શબ્દોને વ્યવહાર થાય છે જેમકે ઘડે, માટલું, બેડીઓ, મટકે, પોટ (POT) વગેરે. શબ્દોની અપેક્ષાએ સત છે પરંતુ બીજા અનંત દ્રવ્યાના વાચક શબ્દોની અપેક્ષાએ અસતુ છે. | સંખ્યાની દૃષ્ટિએ ઘડાની પંક્તિમાં આ ઘડે પાંચમ હોવાથી તે અપેક્ષાએ સત્ છે. જ્યારે પહેલાના અને પછીના અનંત ઘડાઓની અપેક્ષાએ અસત્ છે. - સંગ-વિયેગની અપેક્ષાએ અનંતકાળથી આ ઘડાના પર્યાય સાથે સંગ તથા વિયાગ થયા, તે તે દષ્ટિએ સત છે અને બીજા પદાર્થો સાથે સંયોગ વિયોગ થયો નથી તે અપેક્ષાએ અસત્ છે.
પરિમાણની અપેક્ષાએ અત્યારે આ ઘડે જે પ્રમાણ (માપ)માં છે તે માપની અપેક્ષાએ સત્ છે. અને બીજા નાના-મોટા માપની દષ્ટિએ અસત્ છે.
આ પ્રમાણે એક જ પદાર્થમાં અનંત ધર્મોની વિદ્યમાનતા. તક સંગત છે. “ધન વિનાને ગરીબ માણસ જેમ ધનવાન