________________
શતક-૫ મું ઉદ્દેશક-૬]
[૪૩. ભાંગ, અફીણ, અને ગાંજાને નશે તે માણસને ૨-૪ કલાકે થોડું ઘણું નુકશાન કરાવીને પણ ઉતરી જાય છે
જ્યારે ક્રોધને નશે તો તે-ક્રોધી માણસના બધાએ સત્કર્મ, સપુણ્ય, તપશ્ચર્યા, દાન, દયા, અને પ્રેમભાવને સમૂળ નાશ કરીને જ સમાપ્ત થાય છે. એક દિવસને તાવ છ મહિનાની, શક્તિને બર્બાદ કરે છે જ્યારે દ્વેષપૂર્ણ ક્રોધ તો કરડે ભવની. તપશ્ચર્યાને ભમસાત્ કરી નાખે છે.”
સમાજના બે ભાગલા (ટૂકડા) ધર્મને લઈને નથી. પડતાં પણ કોધને લઈને પડે છે, બીજાને મિથ્યાત્વી કે નાસ્તિક કહેનારાના મનમાં સાંપ્રદાયિક મેહ હોય છે પણ. જૈન ધર્મ નથી હોતે, બીજાના ક્રિયાકાંડમાં અશુદ્ધતાની જાહેરાત કરનારના હૃદયમાં અસહિષ્ણુતા હોય છે પણ સમતા ધર્મ નથી હેતે, અને જગતના જી સાથે પ્રેમભાવને ત્યાગ. કરનારાના જીવનમાં ધર્માન્જતા હોય છે પણ ધાર્મિકતા નથી હતી. ત્યારે જ સમાજના બે ભાગલા પડે છે અને પછી તે. મેલેરિયાના કીટાણુંની જેમ વધતાં જાય છે કેમકે –
વૈરથી વૈર વધે છે. ક્રોધથી ક્રોધ ભડકે છે. ઝેરથી ઝેર જ પ્રગટે છે. ધર્માન્જતાની સામે ધર્માન્જતા જ પ્રગટે છે. - અરે ભૂલની સામે ભૂલ જ થાય છે.
અને પછી તો એક જ કષાયી માણસના પાપના કારણે ચાર, પાંચ, પચીસ, સે, હજાર અને લાખે માણસો પરસ્પર વૈરની ગાંઠમાં બંધાઈ જાય છે.
દ્રવ્ય-અગ્નિ તે હજી ઉપકારક પણ બની શકે છે, જ્યારે.