SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૫ મું ઉદ્દેશક-૬] [૪૭૭ સ્વભાવે જેવા જ અધ્યવસાયે એ આત્મામાં થયા વિના. રહેતા નથી. માટે આ માણસ સમ્યક્ત્વને મેળવી શકવા. સમર્થ નથી બનતે. સમ્યકત્વને પવ, તેજે અને શુકુલ વેશ્યા સાથે સંબંધ છે અને જૂઠ વ્યવહારને માલિક આ વેશ્યાઓમાં. ટકી શકતું નથી. - માયાવી માણસ પણ હિંસક એટલા માટે છે કે માયાપ્રપંચને જૂઠ સાથે સીધો સંબંધ હોય છે, માટે જ અનુભવીઓ કહી ગયા છે કે : “સમકિતનું મૂળ જાણીએ રે, સત્ય વચન સાક્ષાત; સાંચામાં સમકિત વસે રે, માયામાં મિથ્યાત્વરે પ્રાણી.” ' અર્થાત સમ્યકત્વની પ્રાપ્તિમાં મૂળ કારણું સત્ય વચન જ છે. આચારાંગ સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે “સન્ન મચ” સત્ય જ પરમાત્મા છે. કેમ કે જીવનના સત્યાચરણમાં ભગવાનને વાસ છે. સત્ય ભાષા જ અહિંસક ભાષા છે, માટે સત્યને છોડીને બીજા ભગવાનની કલ્પના કરવી. એ કેરી કલ્પના જ છે, જીવનની વૃત્તિમાત્ર તથા પ્રવૃત્તિ માત્રમાં સત્યતા એટલે કે અસત્યતા કે મૃષાવાદને ત્યાગ આવ્યા સિવાય માણસ અરિહંત બની શકતા નથી. અરિહંત પદમાં બાધક જાતિમદ, કુળમદ, જ્ઞાનમઃ. સંપ્રદાયવાદ, ક્રિયાવાદ અને વિતંડાવાદ- આદિ મુખ્ય છે. કેમ કે આમાં અસત્યતાને અંશ આવ્યા વિના રહેલ નથી. એ મદન અને વાદને માલિક ગમે તે તપસ્વી અને ત્યાગી હાઈ શકે છે પણ આત્મશુદ્ધિનું લક્ષ્ય સિદ્ધ કરી શકે તેમ નથી. - '
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy