________________
શતક-પમું ઉદ્દેશક–૪]
{ ૪૨૧ છદ્યસ્થ મનુષ્ય જેમ ઊંઘે છે તે, અને ઉભે ઉભે પણ ઊંઘે. પરન્તુ કેવલી તે પ્રમાણે નિદ્રા લેતા નથી કારણ કે છસ્થ તે દર્શનાવરણીય કર્મને ઉદયથી નિદ્રા લે છે. પણ કેવળીને તે કર્મને ઉદય નથી.
નિદ્રા લેતે કે ઉભે ઉભો ઊંઘતો જીવ સાત કે આઠ કર્મને બાંધે. ફિકર ન તાણું જાય, અનંત પદાર્થો ભેગવેલા હોવાના કારણે કઈ પણ પદાર્થ કુતૂહલ ન કરાવી શકે તે માટે સાધક સર્વથા નિષ્પરિગ્રહી જ થવાને આગ્રહ રાખે છે અને સંસાર તથા સંસારની માયાથી દૂર રહે છે.
તથા યથાયોગ્ય બારે પ્રકારનાં તપ અને સ્વાધ્યાયથી પિતાના ભગવેલા ભેગે અને ઉપભેગને ભૂલવા માટે જ પ્રયત્ન કરે છે.
કેવળજ્ઞાનીને હાસ્ય તથા ઉતાવલ નથી. યદ્યપિ છઘસ્થ કરતાં પણ કેવળજ્ઞાનીને સંસારની માયા વધારે પ્રત્યક્ષ હોય છે, તે પણ તેઓને કોઈ પણ પદાર્થ હાસ્ય કરાવી શકતા નથી. કેમકે હાસ્યમોહનીયાદિ કર્મોને સમૂળ નાશ થયા પછી જ કેવળજ્ઞાન થાય છે. માટે જ તેમના જીવનમાં લેશ માત્ર પણ કુતૂહલ, રાગ, મેહ, કામ અને દ્વેષ નથી.
આપણે છેવસ્થાએ પણ એ છદ્મસ્થભાવને દૂર કરવાની જ ભાવના રાખવી અને તેને માટે જ પ્રયત્નશીલ રહેવું. એ જ શ્રેયસ્કર છે.
૬૨. નિદ્રા આવવાનું મૂળ કારણ દર્શનાવણય કર્મ હોય છે. ગતભવમાં મેહવશ મૂઢ બનેલો આત્મા બીજા