________________
શતક-૫ મું ઉદ્દેશક-૨)
[૩૯૭ આપે છે. સમવસરણમાં પ્રાય કરીને અપુનબંધક જીવ અને ભવ્ય જીવ જ અથવા તો આ અવસ્થાને પ્રાપ્ત કરવાની તૈયારીવાલા જાજ ખાસ કરીને આવે છે. જે વ્રતને ગ્રહણ કરી, પાળી, આદધીને મેક્ષ સન્મુખ બને છે. છતાં પણ પરિગ્રહની માત્રા જીવમાત્રને પોતાની તરફ આકર્ષે છે અને વ્રતધારી બનવા છતાં પણ પ્રકારાન્તરે પરિગ્રહ ભેગો કરવા માટે લલચાય છે.
પરિગ્રહ માત્ર દ્રવ્યથી જીવહિંસા છે. જે આત્મ-પરિ. ણામેામાં ભાવહિંસાને ઉત્તેજિત કર્યા વિના રહેતી નથી. કારણકે પદાર્થ માત્રની ઉત્પતિમાં જીવહિંસા રહેલી છે.
પુણ્ય કમીઓના ભગવટામાં આવનારી બધી વસ્તુઓ હિંસોત્પાદક જ હોય છે. હિંસા વિના એક પણ પદાર્થ બનતું નથી. અને બનેલે પદાર્થ અથવા તેને સહવાસ જીવમાત્રના પરિણામમાં રાગ અથવા ઠેષ લાવ્યા વિના રહેતા નથી. માટે જ તીર્થકર દે સર્વથા નિષ્પરિગ્રહી હોય છે. યાવત્ કાયાની માયા પણ સર્વથા છેડી દેનારા હોય છે. આવા તીર્થકર દેના અનુયાયીઓ પણ નિષ્પરિગ્રહી હોય અને સર્વથા અનિવાર્યરૂપે પરિગ્રહી હોય તે ઈચ્છનીય છે.
તેથીજ જૈનધર્મ માનવમાત્રને કલ્યાણના પંથે પ્રસ્થાન કરાવી સિદ્ધશિલા પ્રાપ્ત કરાવવામાં અજોડ છે. આ ઉત્કખતમ જૈનધર્મ મુનિરાજેને માટે સર્વથા અપરિગ્રહ ધર્મની અને ગૃહસ્થોને માટે પરિગ્રહ પરિમાણ વ્રતની પ્રતિપાદના કરે છે. જેથી જીવ સિદ્ધિસોપાન ઉપર ચડી નિકટ ભામાં મેક્ષગામી બને છે.