________________
શતક-૩નું ઉદ્દેશક-૩]
[૩૭૫ પ્રકરણ ગ્રન્થમાં આપણે એમ ભણ્યા છીએ કે મનુષ્ય કે તિર્યંચ નરકમાં જન્મે છે અને નારક નારકમાં જન્મતે નથી. ત્યારે ચાર જ્ઞાનના માલિક ગૌતમસ્વામીજીના પૂછવાને આશય વ્યવહારનયને અનુલક્ષીને નથી. પણ જુસૂત્રનયને અનુલક્ષીને છે. આ પ્રમાણે :
મનુષ્ય કે જાનવરને જીવ જે નરકગતિમાં જવાની તૈયારી કરી બેઠો છે તે નરકગતિનું આયુષ્યકર્મ બાંધ્યા સિવાય મનુષ્ય અવતાર છોડી શકે તેમ નથી, અને તેમ થતા મનુષ્ય આયુષ્ય જે સમયે પૂરૂ થશે તે જ સમયે નરકનાં આયુષ્યની બેડી તેના હાથમાં પડશે. અર્થાત નરકાયુષ્ય લઈને જ જીવ–નરકમાં જાય છે. માટે ચાવત્ ચાર સમય સુધી નરકમાં જવાવાલો જીવ નારકજ કહેવાશે, મનુષ્ય કે તિર્યંચ નહી. કેમકે જ્યાં સુધી મનુષ્યનું આયુષ્ય ચાલુ છે ત્યાં સુધી હરહાલતમાં પણ જીવ મનુષ્યનું આયુષ્ય લઈને જતા નથી. એજ પ્રમાણે નારક નરકમાંથી બહાર આવતું નથી કેમકે – જ્યાંસુધી નરકગતિનું આયુષ્ય યાવત્ છેલ્લા સમય સુધી શેષ રહે છે ત્યાં સુધી તે નારકજીવ જ કહેવાય છે. એવી હાલતમાં નારકને જીવ નરકમાંથી શી રીતે બહાર આવશે? માટે જ કહેવાયું છે કે “નારકજીવજ નરકમાં જાય છે. અને નારક નરકમાંથી બહાર આવતું નથી.” પૂછનાર ગૌતમસ્વામી મહાજ્ઞાની છે અને ઉત્તર આપનાર મહાવીર સ્વામી પૂર્ણ જ્ઞાની છે.
અહીં નિરય–નરક આદિ શબ્દો નરક ભૂમિને સૂચવનાર છે. તથા નૈરયિક અને નારક શબ્દો નરકમાં જવાવાલા જેને માટે છે.