________________
શતક-૪નું ઉદ્દેશક–૯]
[૩૬૯ સુન્દર અને મનગમતી સ્ત્રીને જોઈ રાગ વશ મૂઢ બનેલો આત્મા તેને મેળવવા માટેના પ્રયત્નમાં સફળ થતું નથી ત્યારે આવતા ભવમાં પણ તે સ્ત્રીને મેળવવા માટેના સંકલ્પપૂર્વક તપશ્ચર્યાદિકને સહારો લે છે અને પછી તે “આ ભવે તને નથી મેળવી શકતે તે આવતા ભવે પણ આપણે પતિ-પત્ની બનીશું” આવી વેશ્યાને માલિક આવતા ભવમાં પણ તેની સાથે જોડાય છે. પુણ્યકર્મની મહેરબાનીથી ખુબ જ મીઠે બનેલો સંસાર અને તેની માયામાં લપટાયા પછી આ જીવ પોતાના પ્રેમપાત્ર જીવને મૃત્યુથી બચાવી શકતા નથી. ત્યારે અનંતાનંત મોહકર્મની ગ્રન્થિઓને છેવટે પ્રેમપાત્ર જીવની સ્ત્રી સાથે એટલું પણ નક્કી કરે છે કે, આવતા ભવે પણ તું મારી સ્ત્રી બનજે, ત્યારે સામેથી દુઃખી હૃદયે પણ જવાબ મળશે કે, ભવોભવ તમે જ મારા પતિ બનજો. અને પ્રેમપાત્ર જીવને ઘણાજ દુઃખથી ભરેલા હૈયે છેવટે વિદાય આપે છે. આવા અને એના જેવા કરોડો પ્રસંગે સાક્ષી બનેલો આપણે આત્મા આવતા ભવને મીઠે બનાવવા માટે મેહકર્મના મદિરાપાનમાં મસ્ત બન્યા પછી ભવભવાન્તરના ભ્રમણને ત્યાગ કરી શકે તેમ નથી.
જે માટે આપણને ભવાન્તર કરવા માટેને મેહ ઉત્પન્ન થાય છે. તેમાં સામે ઉભેલા શત્રુ, સુંદર સ્ત્રી, અથવા નાયિકા વગેરે મુખ્ય કારણ છે કે બીજું કંઈ?
આ માટે આપણે અનુભવ એમ કહે છે કે, આપણે પોતે જ અત્યંત ત્યાજય માયાના વશમાં આવીને સામાન્ય વાલાની સાથે બંધાવવા માગીએ છીએ. ઘણીવાર એવું