________________
૨૯૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ પુદ્ગલેની શક્તિ
કેઈપણ પુદ્ગલ આપણા આત્માને ત્યારે જ નુકશાન કરશે જ્યારે આપણું મન અસંસ્કારી અને દુર્વાસનાનું શિકાર બનેલું હોય છે, તથા મેહરાજાનું ગુલામ હોય છે. તેવા સમયે આત્મા પણ ઇન્દ્રિયાસક્ત, અશક્ત, કષાયાધીન અને પ્રતિક્ષણે રતિ–અરતિના ખ્યાલમાં ડૂબેલે હોવાથી પુદગલોને ચમત્કાર આત્મામાં સર્જાય છે. અને જીવાત્મા મેહરાજાની બેડીમાં ફસાઈ જાય છે.
જ્યારે આત્મા પિતે સાવધાન થઈને મુનીમ જેવા મનને તાબેદાર બનતું નથી અને અનાદિકાળની હરાજાની રાજ. ધાનીને ત્યાગ કરીને વૈરાગ્ય રાજાની છાવણીમાં જ્યારે પ્રવેશ કરે છે, ત્યારે એક પછી એક કર્મોની વર્ગણાને પિતાના આત્મ પ્રદેશોથી ખંખેરતે તે જીવાત્મા પિતાની અનંત શક્તિના માધ્યમથી આગળને આગળ વધતો જાય છે. અને યથાપ્રવૃત્તિ, અપૂર્વ તથા અનિવૃત્તિ નામના કરણ એટલે પિતાની જ શક્તિ દ્વારા પોતાની મેળે “સમ્યગદર્શન મેળવવા માટે પૂર્ણરૂપે તૈયાર થાય છે, તે સમયે આત્મામાં ન અભૂતપૂર્વ ઉત્સાહ આવે છે, નવું ઓજસ આવે છે, જેનાથી આત્માના અધ્યવસાયો શુદ્ધ-શુદ્ધતર અને શુદ્ધતમ બને છે, તે જ સમયે એટલે કે મિથ્યાત્વ ગુણસ્થાનકના અંતિમ ભાગમાં અને સમ્યકત્વ પ્રાપ્ત થવાના સમયે જ આત્મા યદિ આયુષ્ય કર્મ બાંધે તે નીચેના અશુભ સ્થાનેને બાંધતા નથી, જે અત્યન્ત નિન્દનીય સ્થાને છે તે આ પ્રમાણે --
નરકાયુ, નરકગતિ, નરકાસુપૂવી, એકેન્દ્રિયત્વ, બેઈન્દ્રિયત્વ, તેઈન્દ્રિયત્વ, ચતુરિઇન્દ્રિયત્વ સ્થાવર નામકર્મ