________________
(૨૨) તેજસ્વી વિદ્યાથીએ નિકળ્યા. જેઓ ધાર્મિક શિક્ષણ અને. સાહિત્ય ક્ષેત્રે સારામાં સારું કાર્ય કરી રહ્યા છે. મને યાદ છે, એક વખત છેટીસાદડી નિવાસી શ્રીયુત ચંદનમલજી નાગોરી શિવપુરી પધાર્યા હતા અને સવારમાં વંદનની ક્રિયા પતી ગયા પછી તેઓ પણ પ્રવચન સાંભળવા બેસી ગયા. પ્રવચન પુરું થયા પછી શ્રીયુત ચંદનમલજીએ બેલતા કહ્યું કે-“આજે આ આશ્રમની રમણીયતા, પવિત્રતા અને જ્ઞાનયજ્ઞમયતા જોઈ હું તો ધન્ય બની ગયેલ છું.” અને પૂ. મહારાજશ્રીને જોતાં અને સાંભળતા તેઓ જાણે બીજા સ્વામી વિવેકાનંદ ન હોય.. તેવું મને તો થાય છે વગેરે.”
- શિવપુરીમાં આચાર્ય શ્રી વિધર્મસૂરીશ્વરજી મહારાજનું એક ભવ્ય સમાધિમંદિર બનાવવામાં આવ્યું છે અને તેની જ છત્રછાયામાં આ વીરતવ પ્રકાશક મંડળ નામની સંસ્થા પણ ચાલે છે, આ સમાધિમંદિરના દર્શનાર્થે યુરોપના મેટામેટા. વિદ્વાને આવતા. ડે.હર્મન જેકેબી, સ્ટીનકોને, અને શુબ્રીંગ . વગેરે મુખ્ય હતા. એક વખત ઈગરટન (?) કરીને એક મોટા વિદ્વાન તે સમાધિ મંદિરના દર્શનાર્થે આવેલા અને રાજ્યના ગેસ્ટ થઈને હટલમાં ઉતરેલા. મહારાજશ્રીએ તેમનું વ્યાખ્યાન ગ્વાલિયરનરેશ મહારાજાધિરાજ માધવરાવ સિંધિ. યાના પ્રમુખપણ નીચે ત્યાંના ટાઉનહોલમાં રાખેલું, તે વિદ્વાને. વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની વિદ્વત્તા અને તેમની પાસેથી જૈનધર્મ સંબંધી મેળવેલ જ્ઞાનનું લંબાણથી વિવેચન કરી રહ્યા પછી મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજે પ્રાચીન ઋષિઓ અને રાજાઓ વચ્ચેના સંબંધ ઉપર લગભગ પોણે કલાક સુધી વિવેચન કર્યું જેથી માધવરાવ સિંધિયા ખૂબજ પ્રભાવિત થયા અને સંસ્થાને પ્રતિવર્ષ પાંચ હજારની ગ્રાન્ટ