________________
શતક–૩ : સંપાદકનું પૂરવચન]
[૧૫ માટે તે અવ્યય કહેવાય છે.
હાથીની ગર્જના જેમ ગંભીર અને મનોરંજક હોય છે. તેમ આ સૂત્રમાં પ્રત્યેક શબ્દો ગંભીર અને આફ્લાદક છે.
આ સૂત્રમાં શબ્દોનાં લિંગ અને વિભક્તિની વ્યયસ્થા પણ ઘણું જ સરસ છે. હાથીને માટે પણ તેમજ સમજવું.
હાથી જેમ પ્રસિદ્ધ, સારા લક્ષણોથી યુકત અને દેવેથી અધિષ્ઠિત હોય છે, તેમ ભગવતી સૂત્ર પણ દેવાનવનદ્ધિ TUરિરસ હોવાથી પ્રસિદ્ધ છે. અથવા સુવાચ્ચ આખ્યાત -ધાતુઓથી સુશોભિત છે. અત્યન્ત માંગલિક હોવાથી સારા - લક્ષણોએ યુકત, જગતનું કલ્યાણ કરાવનાર હોવાથી દેવો દ્વારા સુરક્ષિત છે. જયકુંજર હાથીને ઉદ્દેશક-શિરેભાગ સુવર્ણ મંડિત છે. તેમ ભગવતી સૂત્રના પ્રત્યેક ઉદ્દેશાઓ પણ સવર્ણ છે. એટલે કે “અરથી લઈને હ’ સુધીના બધા વર્ષો
ગ્ય સ્થાને સ્થાપિત થયા હોવાથી બહુમૂલ્ય રત્ન જેવા લાગે છે. હાથીનું ચરિત જેમ વિવિધ પ્રકારે હોય છે, તેમ આ સૂત્રમાં કયારેક કથાનક, તો કયારેક તત્ત્વજ્ઞાન, તે કયારેક ભૌગોલિક વર્ણન અને કયારેક શારીરિક વિજ્ઞાનના વર્ણનથી અંકિત હોવાના કારણે જ અદ્દભુત અને અવર્ણનીય છે.
હાથીનું શરીર મોટું હોય છે. તેમ આ સૂત્રમાં ઘણા શકે છે. એક એક શતકમાં ઘણા ઉદેશાઓ છે. અને પ્રત્યેક ઉદ્દેશામાં ઘણા પ્રશ્નો છે. બધા મળીને ૩૬ હજાર પ્રશ્નો અને તેના ઉત્તરે છે. કે હથીના બે કુંભસ્થળની જેમ આ સૂત્રને નિશ્ચય અને વ્યવહારનય રૂપી કુંભસ્થળ છે.