SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-રજુ ઉદ્દેશક-૩] [૧૪૧ પૃથ્વીઓ સાત કહી છે. રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા. ધૂમપ્રભા, તમઃપ્રભા અને તમસ્તમઃ પ્રભા. સંસારમાં બઘા છે અનેકવાર–અનંતવાર નારકીમાં આવી ગયા છે. ઉદીના સમયે જીવાત્માની જ્ઞાનસંજ્ઞા-વિવેકસંજ્ઞા પ્રાયઃ કરીને અદશ્ય થઈ જાય છે. આવી સ્થિતિમાં કષાય સમુઘાત પણ જીવાત્માને નવાં કર્મો ઉપાર્જન કરાવનાર સાબીત થશે. માટે જ જૈન શાસ્ત્રકારે કહે છે કે-“સર્વતોમુખી બાહ્યાજ્ઞાન કરતાં પણ જીવનમાં ઉતારેલું એકજ જ્ઞાન-કિરણ ગમે ત્યારે પણ કેવળ જ્ઞાનની જ્યોત પ્રાપ્ત કરાવશે.” વેદનીય–સમુઘાત–બઘાએ છદ્મસ્થ જીવેને અશાતવેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. અને એ કર્મને નાશ થાય છે. કષાય-સમુદ્દઘાત–બધાય છદ્મસ્થ જીવન ચરિત્રમેહનીય. કર્મને લઈને ઉદ્દભવે છે. અને કષાયકર્મો નાશ પામે છે. મરણસમુઘાત-બઘાય છઘસ્થ જીવને આયુષ્ય કર્મના અંત સમયે હોય છે. અને કર્મો નાશ થાય છે. વૈકિય-સમુદ્દઘાત–નારક જીને, વ્યંતરને, જ્યોતિષ્કોને વૈમાનિકને, પંચેન્દ્રિય તિર્યંચોને, વાયુકાયને તથા છદ્મસ્થ. મનુષ્યને, વૈક્રિય શરીર નામકર્મથી ઉદ્દભવે છે. અને તે શરીર ના જૂના પુદ્ગલે નાશ પામીને નવા પુદ્ગલે ગ્રહણ કરાય છે. - તિજસ–સમુદ્દઘાતચંતન, તિબ્બોને, વૈમાનિકને પંચેન્દ્રિયતિર્યંચ તથા છદ્મસ્થ મનુષ્યને તેજસ શરીર નામ-- કર્મથી પાપ્ત થાય છે અને તે કર્મો નાશ પામે છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy