________________
-શતક-૧ લું ઉદ્દેશક-૬]
[૭૩ ઉપર જ રહેશે. આવી જ રીતે ઉપર પ્રમાણે એકબીજાને સંબંધ રહે છે. ર૦ (૫) નિરાકાર પરમાત્મા કયા સાધનોથી સંસારને બનાવશે.
અને બનાવ્યા પછી પ્રલયકાળમાં નાશ શા માટે કરતે હશે ? ત્યારે શું સંસાર અનાદિ નિધન હશે? શાશ્વત હશે ? લોક પહેલા હશે કે અલેક પહેલા હશે? ઈત્યાદિ અનેક શંકાઓને લઈને વિક્ષુબ્ધ માનસવાળા, ભગવાનના ચરણકમળમાં આવેલા રેહ અણગારને ભગવાને શંકા વગરને કર્યો. -
શંકાઓનું સમાધાન અહિં ગુરુઓ પાસે ન કરવામાં આવે તે માણસ એકાન્તપક્ષી બનીને પિતાનું નુકશાન કરશે માટે રેહની જેમ શ્રદ્ધાસુ બનીને ગુરુ પાસે સમાધાન મેળવવા માટે પ્રયત્નશીલ રહેવું. પ્રશ્નો અને જવાબ સર્વથા સ્પષ્ટ છે.
૨૦. લેકસ્થિતિ (સંસાર મર્યાદા) આઠ પ્રકારની બતાવવામાં આવી છે. ઈષત્નાભારા પૃથ્વીને છેડી બાકીની સાત પૃથ્વીઓ, જીવ, પુદ્ગલે કયા આધારે રહેલા છે? તે વાતને ખુલાસો કરતાં ભગવાને ફરમાવ્યું કે–પૃથ્વી ઉદધિને આધારે છે. ઉદધિ વાયુના આધારે છે અને વાયુ આકાશના આધારે છે. અને આકાશ સર્વ વસ્તુઓને આધાર હોવાથી આધાર વિનાને છે. જે જમીન ઉપર આપણે બેઠા છીએ તે ૧૮૦૦૦૦ એજન જાડાઈવાલી પહેલી પૃથ્વી છે. તેના ખરભાગ, પંકભાગ અને જળભાગ આમ ત્રણ ભાગ પડે છે.